ETV Bharat / state

Childrens Vaccination 2022: કચ્છ જિલ્લામાં 3જી જાન્યુઆરીથી 15થી18 વર્ષના બાળકોને અપાશે વેકિસનનો ડોઝ - District Health System

વૈશ્વિક મહામારી કોરોનાએ અનેક લોકોનો જીવ લીધો છે તો તેની સામે રક્ષણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીઓ 9Covacin and Covishield vaccine) આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વયજૂથ મુજબ રસીઓ આપવાની કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારના રોજ વડાપ્રધાન મોદી દ્વારા જ્યારે 15 વર્ષથી 18 વર્ષના બાળકોને રસી આપવા માટેનું નક્કી કર્યું છે,ત્યારે આ વેકિસન અભિયાનની (Vaccination campaign In India) શરૂઆત કચ્છ જિલ્લામાંથી કરવામાં આવશે. કચ્છમાં 3 જાન્યુઆરીથી 1.82 લાખ બાળકોને રસી (Childrens Vaccination 2022) આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

Childrens Vaccination 2022: કચ્છ જિલ્લામાં 3જી જાન્યુઆરીથી 15થી18 વર્ષના બાળકોને અપાશે વેકિસનનો ડોઝ

author img

By

Published : Dec 28, 2021, 6:52 PM IST

કરછ: શનિવારના રોજ વડાપ્રધાન મોદી દ્વારા 15 વર્ષથી 18 વર્ષના બાળકોને રસી આપવાનું જાહેર (PM Modi announces to vaccinate children) કર્યું હતું. આ વેકિસન અભિયાન બે તબક્કામાં ચાલી રહ્યું હતું, પરંતુ હવે ત્રીજો તબક્કો છે બાળકોને વેકિસન આપવાનો. આ ત્રીજા તબક્કાની શરૂઆત 3 જાન્યુઆરીથી કચ્છ ખાતેથી કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 1.82 લાખ બાળકોને (Childrens Vaccination 2022) આવરી લેવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. બાળકોના રસીકરણ માટે તેમના વાલીઓને રીઝવવા તંત્રએ અથાક પ્રયત્નો કરવા પડશે આ માટે જિલ્લા આરોગ્ય તંત્ર પણ સજ્જ છે.

અંદાજે 1,82,354 બાળકો કોરોનાની રસી લેવા માટે સક્ષમ

ભારત બાયોટેક (India Biotech Comapny) દ્વારા બાળકો માટે બનાવેલી રસીને સરકારની સહમતી મળી ગઇ છે, ત્યારબાદ હવે દેશભરમાં બાળકોને રસી આપવા આરોગ્ય તંત્ર કાર્યશીલ થયું છે. કચ્છ જિલ્લામાં પણ સરકારે આપેલા આદેશ અનુસાર, બાળકો માટે રસીકરણ (Vaccination for childrens In India) કરવામાં આવશે. મળતી વિગતો મુજબ કચ્છમાં કુલ વસતીના 7.30 ટકા બાળકો 15 થી 18 વર્ષના વયજૂથમાં આવે છે. આ પ્રમાણે અંદાજે 1,82,354 બાળકો કોરોનાની રસી લેવા માટે સક્ષમ છે અને તેમાંથી 90,000 જેટલા બાળકો હાલ શાળામાં અભ્યાસ કરી રહયાં છે.

બાળકોને રસી આપવાની પ્રક્રિયામાં વાલીઓની ભૂમિકા મહત્વની રહેશે: જિલ્લા આરોગ્ય અધિકારી

કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે. કચ્છનું જિલ્લા આરોગ્ય તંત્ર બાળકોને રસી આપવા માટે સુસજ્જ છે. આ વયજૂથના બાળકોને રસી મેળવવા તેમના વાલીઓની પરવાનગીની જરૂર પડશે અને વાલીઓ ઈચ્છશે તો જ બાળકોને રસી આપવામાં આવશે. સરકારની ગાઇડલાઈન મુજબ રજીસ્ટ્રેશનથી લઈને બાળકોને રસી આપવાની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે.

જાણો કંઇ રીતે બાળકોને વેકિસન અપાવી સાથે તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે

આ કાર્યમાં બાળકોના વાલીઓની ભૂમિકા મહત્વની રહેશે. શાળાઓમાં પણ રસીકરણ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવશે. બાળકોને કોવેક્સિન રસીનો ડોઝ આપવામાં આવશે. બાળકો પોતાની રીતે આ રસી માટે ઓનલાઇન અથવા રસીકરણ સેન્ટર (Vaccination Center In Kutch) પર જઈને રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકે છે. જિલ્લા આરોગ્ય તંત્ર (District Health System) દ્વારા બાળકોના વાલીઓને અપીલ પણ કરવામાં આવી રહી છે કે, ઓમિક્રોનના જોખમ વચ્ચે બાળકો માટે આ રસીકરણ કરવું અનિવાર્ય છે અને દરેક વાલી પોતાના બાળકને રસી જરૂરથી અપાવી જોઇએ.

આ પણ વાંચો:

Vaccination for children 2022 : બાળકોને કોરોના વેક્સિન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા સજ્જ

Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.