કચ્છ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની (Gujarat Assembly Elections 2022) છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ અભિયાનો (voters awareness campaign) ચાલી રહ્યા છે. તેમ જ મતદાર યાદી 100 ટકા ક્ષતિરહિત બને તે માટે પણ બીએલઓ (booth level officer) સહિતના અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.
તંત્રને આ રીતે થશે મદદ હવે મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્રની (Gujarat Election Commission) વધુ એક પહેલના ભાગરૂપે કચ્છની 20 કૉલેજોમાં કેમ્પસ એમ્બેસેડરની (Campus Ambassador) નિમણૂક કરવામાં આવી છે. આ એમ્બેસેડર યુવાઓને મતદાર (youth voters in gujarat) બનાવવા તંત્રને મદદરૂપ બનશે.
18 વર્ષથી ઉપરના લોકો મતદાર બને તે માટે ચૂંટણી વિભાગ સક્રિય જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો (kutch assembly seats) સાથે રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાવાની (Gujarat Assembly Elections 2022) છે. તેવામાં લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં મતદારયાદીમાં નોંધાયેલા તમામ મતદારો મતદાન કરે અને જે લોકો 18 વર્ષથી ઉપરના છે. તેઓ મતદાર બને તે માટે ચૂંટણી વિભાગ અત્યારથી સક્રિય બન્યું છે.
પત્ર લખાયા તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો મતદાન કરે તે માટે તેમને પત્ર લખવામાં આવી રહ્યા છે. સાથે જ જેઓ 50 વર્ષથી વધુ સમયથી મતદાન કરે છે. તેમને સૌ પ્રથમ શુભેચ્છા પાઠવવામાં આવી છે. હવે આગામી ચૂંટણીમાં પણ તેઓ મતદાન કરે અને યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડે તે માટે વિનંતી પણ કરવામાં આવી છે.
જિલ્લાની 6 વિધાનસભા બેઠકોની 20 કૉલેજમાં નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએથી મળતી માહિતી મુજબ, જિલ્લા ચૂંટણી વિભાગનું ફોકસ યુવા મતદારો પર પણ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) 20 વર્ષથી ઓછી વયના યુવા કે, જેમણે હજી મતદાર કાર્ડ મેળવ્યા નથી. તેઓ મતદાર કાર્ડ મેળવે અને મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં જોડાય. તે માટે ચૂંટણી વિભાગે (Gujarat Election Commission) તૈયારીઓ શરૂ કરી છે.
કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક તો અહીં ચૂંટણી પંચના (Gujarat Election Commission) આદેશ અનુસાર, કચ્છ કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી. કે. અને નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી ભરત પટેલ દ્વારા કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠકોની 20 કોલેજમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક (Campus Ambassador) કરવામાં આવી છે.
આ રીતે કેમ્પસ એમ્બેસેડરો કામ કરશે આ કેમ્પસ એમ્બેસેડરો (Campus Ambassador) પોતાની કૉલેજમાં જે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય. તેમના જરૂરી દસ્તાવેજ લઈ મતદાર કાર્ડ મેળવવા માટે જરૂરી ફોર્મ ભરાવશે. તેમ જ યુવા મતદારોને (youth voters in gujarat) મતદાન કરવું શા માટે અનિવાર્ય છે, શું મહત્વ છે, કંઈ રીતે મતદાન કરવું, કંઈ રીતે મતદાર કાર્ડ મેળવવું વગેરે અંગેની માહિતી પણ આપશે. આ માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કૉલેજોમાં પણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણીપંચ અત્યારથી જ સક્રિય બન્યું છે.
વિધાનસભા બેઠકો માટેના કુલ મતદારો કચ્છ જિલ્લામાં જો વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે કચ્છ જિલ્લાની તમામ વિધાનસભા સીટ માટે કુલ 16,13,286 મતદારો છે જે પૈકી 8,34,491 પુરુષ મતદારો છે જ્યારે 7,78,785 મહિલા મતદારો છે અને 10 અન્ય મતદારનો સમાવેશ થાય છે.મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 58,896 નવા નામ, નામ કમી, સુધારણા વગેરે અંગેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે.Conclusion: