- BSFઆર્ટિલરીએ સુવર્ણ જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી યોજી
- સાયકલ રેલીમાં ભુજથી પંજાબના અટારી બોર્ડર સુધી 2500 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે
- BSF આર્ટિલરીનો ઇતિહાસ, ભૂમિકા, સિદ્ધિઓ અને તાલીમ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય
કચ્છ: BSF આર્ટિલરીએ 1 ઓકટોબર 2020ના રોજ 50 વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ એક વર્ષની સુવર્ણ જ્યુબિલી તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ઑક્ટોબર, 2020 થી 1 લી ઑક્ટોબર, 2021 દરમિયાન આ ઐતાહસિક માઇલસ્ટોનને યાદ કરવા BSF આર્ટીલરીએ અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ કાર્યક્રમોનું આયોજન
આ ઉજવણી હેઠળ મેડિકલ કેમ્પ, રમતગમતના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ BSF આર્ટિલરી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા સમર્પણ અને નિસ્વાર્થ સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવાનું છે, ઉપરાંત દેશના યુવાનોને રાષ્ટ્રની સેવા કરવા માટે BSFમાં જોડાવા પ્રેરણા આપવાનો છે.
આ પણ વાંચો: કચ્છ બાડાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 18 પેકેટ મળી આવ્યા
BSFની પ્રવૃતિઓ વિશે જાગૃતતા ફેલાવવાનો લક્ષ્ય
શુક્રવારે BSF ગુજરાતના ફ્રન્ટીયર હેડ ક્વાર્ટરના ઈન્સ્પેક્ટર જનરલ આઈ.પી.એસ.(IPS) જી.એસ. મલિક દ્વારા ભુજના મુન્દ્રા રોડ સ્થિત BSF કેમ્પસથી BSFઆર્ટિલરીની ગોલ્ડન જ્યુબિલી સાયકલ રેલીને લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય BSF આર્ટિ કર્મચારીઓની સહનશક્તિ અને શારીરિક તંદુરસ્તીના ધોરણોની ચકાસણી કરવા ઉપરાંત 1971થી આર્ટિલરી એ BSFનો અભિન્ન અને મહત્વપૂર્ણ ભાગ છે અને આ સાયકલ રેલી દ્વારા BSF આર્ટિલરીનો ઇતિહાસ, ભૂમિકા, સિદ્ધિઓ અને તાલીમ પ્રવૃત્તિઓ વિશે પણ જાગૃતિ ફેલાવવાનો છે.
આ પણ વાંચો: ભુજમાં સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં BSF જવાનો સાથે ગીતા રબારીએ ઉજવી રક્ષાબંધન
કુલ 2500 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે
BSF આર્ટિલરીના 15 સાયકલ સવારોએ શુક્રવારે ભુજથી રેલીની શરૂઆત કરી હતી. આ રેલીમાં 15 ઓગસ્ટ, 2021 સુધી પંજાબના અમૃતસરમાં ભારત અને પાકિસ્તાનના પ્રખ્યાત જોઇન્ટ ચેક પોસ્ટ (જેસીપી) અટારી સુધી આશરે 2500 કિલોમીટરની અંતર આવરી લેવામાં આવશે. આ રેલીમાં BSF આર્ટિલરીના ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર , પંજાબના અન્ય સાયકલસવારો પણ જોડાશે અને કુલ 50 જેટલા જવાનો અટારી બોર્ડર ખાતે આ રેલીનું સમાપન કરશે અને ત્યાં BSFના DG દ્વારા flagged in કરવામાં આવશે.