કચ્છ: ભુજ સ્વામિનારાય મંદિરે કલેક્ટર તથા તંત્રનો સંપર્ક કરી રાશન કીટનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. આ રાહત કાર્યમાં તંત્રએ સહભાગી થવા તૈયારી બતાવી હતી.
મહંત સ્વામી ધર્માનંદનદાસજીની પ્રેરણાથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છ વિસ્તારમાં વસવાટ કરનારા ગરીબ તથા શ્રમિક પરિવારના લોકોને અન્નદાન કીટ વિતરણ કરવા માટે 500 કીટ બનાવવામા આવી છે.
આ કીટમાં 4 કિલો ઘંઉનો લોટ, 02 કિલો ચોખા, 01 કિલો મગની દાળ, 3 કિલો ખીચડીના ચોખા, 01 લિટર તેલ, 100 ગ્રામ હળદર, 100 ગ્રામ લાલ મરચું, 100 ગ્રામ ધાણા પાવડર, 100 ચા, 01 કિલો ખાંડ છે.
આ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની કીટ જે તંત્રના આદેશ અનુસાર કચ્છના ગરીબ વર્ગ અને શ્રમિકોને વિતરણ કરવામાં આવશે. સામાજિક અગ્રણી દિલીપભાઈ ત્રિવેદી, મંદિરના ઉપ-કોઠારી મુળજીભાઈ શીયાણી, શશીકાંતભાઈ ઠકકર, અગ્રણી ધનજીભાઈ ભુવા, હિતેશ ખંડોલ અને કોઠારી સ્વામી દેવપ્રકાસદાસજીએ તંત્રને આ કીટ સુપરત કરીને વધુમાં વધુ સેવા મંદિર તરફથી મળશે તેવી ખાતરી આપી હતી.