કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા રવિવારે ભૂજના મુંદરા રોડ પર દાતા કે, પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભૂમિપુજન કરવામાં આવશે. જે 2 વર્ષમાં તૈયાર થઈને કચ્છી દર્દીઓને સેવા આપશે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, આર. સી. ફળદુ, જયેશ રાદડીયા અને દાતા પરીવાર કાનજી કુંવરજી વરસાણી પરીવારના હસ્તે વિવિધ વિભાગોનું ભૂમિપુજન, ખાતુમર્હુત કરવામાં આવશે. આ ઉપરાંત મતામ દાતાઓનું સન્માન, અને અન્ય નવા દાતાઓ તરફથી દાન આપવામાં આવશે.
કચ્છી લેવા પટેલ એજયુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભૂજના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયાએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, સેવા એજ સાધના છે. 125 કરોડનો પ્રોજેકટ હાથ પર લેવાયો છે. જે સમાજ અને દાતાઓને સહયોગથી પુર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. વિકાસશીલ કચ્છમાં હવે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની તાતી જરૂરિયાત હતી. સમાજ અને દાતાઓને સાથે મળીને 2 વર્ષ સુધી તમામ બાબતોને સર્વે કરીને આ પ્રોજેકટ હાથ પર લીધો હતો. જે બે વર્ષમાં પુરો થઈ જશે. ભૂજ ખાતે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલનું સંચાલન થાય છે. આ હોસ્પિટલ કચ્છના દર્દીઓની સેવા કરે છે પણ ગંભીર બિમારીઓ સમયે દર્દીઓને બહાર રિફર કરવા પડે છે અને કેટલાક દર્દીઓના મોત પણ થયા છે. આ નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દર્દીઓ માટે આર્શીવાદ બની રહેશે. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા 1965થી કચ્છમાં અનેકવિધ સેવાઓ થઈ રહી છે.જેમાં આ હોસ્પિટલનો ઉમેરો થશે.
આ હોસ્પિટલના નિર્માણ સાથે જ કચ્છની વર્ષો જુની માંગ પુરી થશે અને ભૂકંપમાં કચ્છની એક માત્ર મુખ્ય સરકારી જી. કે. જનરલ સિવિલ હોસ્પિટલ ધ્વંસ્ત થઈ હતી. અટલ મહેલનું નિર્માણ 175 કરોડની ખર્ચે કરી દેવાયું પણ જે આશય સાથે આ હોસ્પિટલ બની હતી. તે સેવા પણ કચ્છીઓને નથી મળતી હોસ્પિટલ નિર્માણ સમયે કચ્છી દર્દીઓને એવું લાગયું હતું કે, હવે કચ્છથી દુર સુધી સારવાર માટે નહી જવું પડે પણ 19 વર્ષે પણ દર્દીઓ હાલાકી ભોગવે છે તે હકીકત છે. ભુજમાં આવેલી લેવા પટેલ હોસ્પિટલનું સફળ સંચાલનએ બાબતની સાબિતી છે કે, આગામી દિવસોમાં આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કચ્છી દર્દીઓ માટે આર્શીવાદ બનશે.