કચ્છઃ કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા સલામતી અને સાવચેતીના પગલાં ભરવાના ભાગરૂપે ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ ઝોનમાં જુદી-જુદી જગ્યાએ સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીંગવાળા) મોર્ડન શાકમાર્કેટ ઉભા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણઈએ શાકમાર્કેટ ખાતે વીડિયો સંવાદ કર્યો હતો.
રોજીંદી પ્રવૃતિ સાથે કોરોના વચ્ચે જીવવાની આદત પાડી સૌએ કોરોનાનો જંગ જીતવાનો છે. દરેક જન પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારમાં કોરોનાની ગાઇડલાઇન કરી નવી વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.
દરેક શાકમાર્કેટ ભચાઉની મોર્ડન શાકમાર્કેટ પ્રમાણે વ્યવસ્થા કરે કચ્છ એની વ્યવસ્થામાં નવી દિશા આપે તો જ આ સમયમાં સમય સાથે ચાલી શકીશું તેમ જણાવ્યું હતું
મુખ્યપ્રધાનને શાકમાર્કેટના સોશિયલ ડિસ્ટન્સ સહિતની માહિતી આપવા સાથે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયપ્રૅધાન વાસણભાઇ આહિરે જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિ અંગે માહિતગાર કરવા સાથે કચ્છ ભરમાં સામાજિક અંતરે માર્કેટ બનાવાશે.
તેમ જણાવ્યુ હતું ઉપરાંત કચ્છમાં સવારે 7થી સાંજના સાત દુકાનો ખુલી રાખવા રજૂઆત કરીને નાની નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં એકી બેકી સંખ્યામાં દુકાનોમાં પણ આ નિયમ લાગુ કરવા રજૂઆત કરી હતી.