ETV Bharat / state

ભૂજ સિવિલમાં કોરોના દર્દીઓના સારવાર સાથે આરોગ્યવર્ધક સેવા, જાણો વિગત... - civil hospital at bhuj

ભૂજના અદાણી ગ્રુપ સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલને કોરોના વાયરસ-કોવિડ-19ના દર્દીઓ માટે ઉપચાર અર્થે અનામત રાખ્યા પછી અત્યારે દાખલ થયેલા દર્દીઓની નિયમિત સારવાર ઉપરાંત તેમનામાં કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિનો સંચાર થાય એ હેતુસર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ુપુર
પરુ
author img

By

Published : Apr 14, 2020, 7:29 PM IST

ભૂજ: શહેરના અદાણી ગ્રુપ સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલને કોરોના વાયરસ-કોવિડ-19ના દર્દીઓ માટે ઉપચાર અર્થે અનામત રાખ્યા પછી અત્યારે દાખલ થયેલા દર્દીઓની નિયમિત સારવાર ઉપરાંત તેમનામાં કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિનો સંચાર થાય એ હેતુસર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ભૂજની જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલના આહારશાત્રી હીરવા ભોજાણીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સમયસર અપાતા ચા-નાસ્તો, ભોજન ઉપરાંત અહીં સારવાર માટે મુકાયેલા કોરોનાના ચાર કોરોના વોર્ડના દર્દીઓની વિશિષ્ટ સંભાળ લેવામાં આવે છે.

આ કાળજી અને દેખભાળ સંદર્ભે કોરોનાના દર્દીઓને દૈનિક ધોરણે 8 જેટલી ખોરાકી સેવા આપવામાં આવે છે. કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું લક્ષ મહત્ત્વનું હોવાથી અન્ય ખોરાક ઉપરાંત સવારે 9 વાગ્યે આયુર્વેદ ઉપચારના માધ્યમથી તુલસી, આદુ અને મરીના પાવડરયુક્ત હર્બલ ટી આપવામાં આવે છે.

આ ઉપરાંત 11 વાગ્યે એક ગ્લાસ હળદરવાળું દૂધ પણ આપવામાં આવે છે. જેથી દર્દી સવેળા સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ કરી શકે. આવું દૂધ રાત્રે 9 વાગ્યે પણ આપવામાં આવે છે. આ વિશિષ્ટ સંભાળ ઉપરાંત નિયમિત સેવાના ભાગરૂપે સવારે 7 વાગ્યે ચા-નાસ્તો અને બપોરનું તથા રાત્રિનું ભોજન પણ પીરસવામાં આવે છે.

કોરોનાના દર્દીઓ માટે ખાસ અલગ પેકિંગમાં ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત દાખલ થયેલા દર્દીઓને આ આરોગ્યપ્રદ ખોરાક માટે માનસિક રીતે તૈયાર કરવા માટે ગુજરાતી અને કચ્છીમાં એક ઓડિયો-વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. કારણ કે એક દર્દી માત્ર કચ્છીમાં જ સમજી શકતા હોવાથી આવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.