આ ઉપરાંત પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જિલ્લાના સામખિયાળીથી માતાના મઢ સુધી સેવા માટેના કેમ્પો રોડની બંન્ને બાજુએ નાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે કચ્છ અને કચ્છ બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઈડે કેમ્પ રાખવામાં આવે છે, તેઓએ સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ નંબર, કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, કેમ્પના મુખ્ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઈલ નંબર તેમજ કેમ્પમાં સેવા આપનાર સ્વયં સેવકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઈલ નંબરની સાથે કેમ્પમાં કોઈ ચીજવસ્તુ, ખાદ્યપદાર્થ વિતરણ કરવાના હોય, તો તેની સંપૂર્ણ વિગતને પહોંચાડવા જણાવાયું છે.
કેમ્પમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થનું વિતરણ કરી શકાશે નહીં. કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત આપવાની રહેશે. આ ઉપરાંત જે જગ્યાએ કેમ્પ લગાવવાના હોય તે જગ્યાએ લાઇટ રિફલેકટર રાખવા, કેમ્પ આયોજકોએ સફાઇ માટેની જરૂરી વ્યવસ્થા, કચરા પેટી માટેની જરૂરી વ્યરવસ્થા કરવી. આ ઉપરાંત યાત્રાળુઓ માટે શુદ્ધ' પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્તા ઉપર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ' બનાવવાના રહેશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે.
પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરવો. કેમ્પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ બાંધવાના રહેશે, કેમ્પના સંચાલકોએ જાહેર રસ્તો કે મુખ્ય માર્ગ પર કોઇ અવરોધ ઊભા નહીં કરવા તેમજ સેવા કેમ્પ' પસાર થતા માર્ગથી અંદરના ભાગે વાહન-વ્યવહારને તેમજ રાહદારીઓ / પદયાત્રીઓને અડચણરૂપ ન થાય તે રીતે બાંધવા જણાવાયું છે. અધીક કલેકટર કુલદિપસિંહ ઝાલાએ આ બાબતે વિવિધ જાહેરનામા બહાર પાડીને આ આદેશ કર્યો છે.