કચ્છ: ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને આસામના મુખ્યપ્રધાન સહિતના અગ્રણીઓ કચ્છમાં જાહેરસભા સંબોધી ચૂકયા છે ત્યારે ભાજપના ઉમેદવારોની પસંદગી સહિતની બાબતમાં જેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે એવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમવારના સાંજે 5:30 વાગ્યે ભુજના આર.ડી.વરસાણી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને (Amit Shah will address a massive public meeting )સંબોધશે. અમિત શાહ ભુજમાં જાહેરસભા સંબોધવા આવતા હોવાથી સ્થાનિક ભાજપ સંગઠનમાં ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
ભાજપના ઉમેદવારના સમર્થનમાં કરાયું આયોજન: ભુજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પટેલના સમર્થનમાં આ જાહેરસભાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ભુજ બેઠકના ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલે (Keshubhai Patel BJP candidate from Bhuj seat )અન્ય અગ્રણીઓને સાથે રાખી સભા સ્થળની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓ નિહાળી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન ભુજમાં સભા સંબોધવા આવતા હોવાથી સભા સ્થળ સહિતના ભુજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.