કચ્છના જખૌ નજીકથી 1000 કરોડનું બ્રાઉન હેરોઇન પકડાયા બાદ ઝડપાયેલા પાકિસ્તાની શખ્સોની પુછપરછમાં આરોપીઓએ બે સેટેલાઈટ ફોન અને અનેક પેકેટ દરિયામાં પધરાવી દીધા હતા. એક પેકેડમાં અંદાજે એક કિલો અને 300 ગ્રામ ડ્રગ્સ છે આવા 185 પેકેટ દરિયામાં ફેંકી દીધાનું તપાસમાં સ્ષપ્ટ થયું હતું. આ દરમિયાન છેલ્લા ચાર દિવસમાં કચ્છની દરિયાઈ સીમામાંથી આવા પેકેટ મળી રહ્યા છે. સારી પેકેકિગના પગલે ડ્રગ્સ હજું જેમનું તેમ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જેને પગલે દરિયાઈ વિસ્તારમાં વિવિધ એજન્સીઓ દ્વારા ફેકી દેવાયેલા ડ્રગ્સના જથ્થાનો શોધવામાં લાગી ગઇ છે.150થી વધુ જવાનો અને વિવિધ સુરક્ષા એજન્સી સાથે 10 ટીમ દરિયામાં સર્ચ ઓપરેશન માટે ઉતરી છે.
કચ્છ બોર્ડર રેન્જના રેન્જનાં આઇજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સુચનાથી પશ્ચિમ કચ્છનાં ઇન્ચાર્જ એસપી બી.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એસપી વી.એન.યાદવ દ્વારા આ સમગ્ર ઓપરેશનને લીડ કરવામાં આવી રહ્યુ છે જેમા પોલીસે તેની 10 ટીમને આ તલાશી અભિયાનમાં લગાડી છે તેમની સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ તેમજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ સાથે જોડાયું છે. કોટેશ્ર્વર,લકીક્રિક દરિયાઇ વિસ્તારો અને અટપટ્ટી ક્રિક અને નિર્જન ટાપુઓ પર સુરક્ષા એજન્સીઓ આજે સવારથી આ સર્ચ ચલાવી રહી છે.