ETV Bharat / state

ભુજના કુકમા ગામમાં ગટરના પાણીમાંથી 60 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60,000 વૃક્ષો વાવી જુદા જુદા વન તૈયાર કરવામાં આવ્ય છે.

ભુજના કુકમા ગામમાં ગટરના પાણીમાંથી 60 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું
ભુજના કુકમા ગામમાં ગટરના પાણીમાંથી 60 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું
author img

By

Published : Mar 12, 2021, 3:48 PM IST

  • કુકમા ગામમાં ગટરના પાણીને શુદ્ધ કરીને 60 હજાર જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો
  • દરરોજ 10 હજાર લીટર ગટરનું પાણી શુદ્ધ કરીને વૃક્ષોને અપાય છે
  • કુકમા ગામની પર્યાવરણના જતન માટેની અનોખી પહેલ
  • મિયાવાકી વન કે જેનું નામ જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું
  • મિયાવાકી વનમાં 7100 જેટલા વૃક્ષો છે

કચ્છઃ જિલ્લાના ભુજના કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકર દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60,000 વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરીને જુદા જુદા નામો આપવામાં આવ્યા હતા. જેમાંનો એક પૈકી મિયાવાકી વન કે જેનું નામ જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વનમાં 2થી3 ફૂટના અંતરે ખૂબ ગીચતામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કુકમાના મતિયા દેવ મંદિરના પ્રાંગણમાં મિયાવાકી વન વસાવવામાં આવ્યું છે. આ મિયાવાકી વનમાં 15 જાતના વૃક્ષો મળીને કુલ 7,100 વૃક્ષો વાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કેવડિયાના આરોગ્ય વનમાં નોલીના વૃક્ષ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર

મતિયા દેવ મંદિરના આંગણામાં 15 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા

કાશીદ, સોનાલી, સરું, સેમલ, ગુલમહોર, કરંજ, મીઠી આંબલી, પેલ્ટો, બરસાતી, પીપળો, સેતુર, ખાટી આંબલી, પિલું, લીમડો અને બદામ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેને દરરોજ 10 હજાર લીટર ગટરના પાણીને શુદ્ધ કરીને પાણી પીવડાવવામાં આવે છે.

કુકમા ગામમાં ગટરના પાણીને શુદ્ધ કરીને 60 હજાર જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો

આ પણ વાંચોઃ અંકલેશ્વરનું રેલવે સ્ટેશન બનશે હરિયાળું

એગ્રોસેલ કંપની અને રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સહયોગ

ગટરના પાણીને શુદ્ધ કરવાની કામગીરીમાં ગ્રામ પંચાયતને એગ્રોસેલ કંપની દ્વારા મદદ મળી રહે છે તથા ગામના ગૌસંવર્ધન માટે કાર્યરત રહેતા રામકૃષ્ણ ટ્રસ્ટે વૃક્ષોનું ફેન્સીંગ નિઃશુલ્ક કરી આપ્યું હતુ.

નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત

કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોને કાયમી પાણી મળી રહે તે માટે ગટરના પાણીને શુદ્ધ કરીને વન બનાવવામાં આવી રહ્યા છે.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની પહેલ

આ વનની દેખરેખ 45 જેટલા યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવી રહી છે અને કુકમા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગત મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

ગામમાં બધી જગ્યાએ મળીને કુલ 60 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા

કુકમા ગામમાં આવેલા બોરડી ડુંગર, બુધ ઉપવન, ગામડિયો ડુંગર, તળાવની પાળ, મતિયા દેવ ડુંગર, મામા મંદિર અને સાર્વજનિક પ્લોટમાં આ રીતે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ વનોને જુદા જુદા નામો પણ આપવામાં આવ્યા છે જેમ કે, સહયોગ વન, કૃષ્ણ બાગ, મિયાવાકી વન, બુધ ઉપવન વગેરે.

80થી85 ટકા જેટલા વૃક્ષો જીવિત છે

કુકમા ગામ વાવવામાં આવેલા 60 હજાર જેટલા વૃક્ષોમાંથી 80થી85 ટકા જેટલા વૃક્ષો જીવિત છે અને તેમને રોજ 10 હજાર લીટર જેટલું પાણી ગટરમાંથી શુદ્ધ કરીને આપવામાં આવી રહ્યું છે. આમ કુકમા ગામના લોકો તથા સરપંચની પર્યાવરણ જતનની અનોખી પહેલ અન્ય ગ્રામ પંચાયતો અને સંસ્થાઓ માટે પ્રેરણાદાયક બની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.