ETV Bharat / state

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીઃ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ - મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી

કચ્છની અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને આજે ગુરુવારે ભૂજમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠકમાં જિલ્લામાં સમાવિષ્ટ 1 અબડાસા વિધાનસભા મતવિસ્તાર ક્ષેત્રમાં સમિતિ દ્વારા પ્રચાર પ્રસારણ માધ્યમોનું નિરીક્ષણ કરાશે.

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીઃ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ

author img

By

Published : Oct 8, 2020, 8:40 PM IST

ભૂજઃ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પેઇડ ન્યૂઝના શંકાસ્પદ કેસ, સમિતિ ખર્ચ નિરીક્ષકોએ મોકલેલા પેઇડ ન્યૂઝના કેસો ધ્યાને લેવાશે. ઉમેદવારે ચેનલ, સમાચારપત્રને રકમ ચૂકવી હોય કે ન ચૂકવી હોય, ઉમેદવારના ચૂંટણી ખર્ચ હિસાબમાં ડી.આઇ.પી.આર.ના દરો નહીં હોય તો ડીએવીપીના દરો ઉપયોગ કરી શકાશે. આ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

અબડાસા પેટા ચૂંટણીના સંદર્ભે કલેક્ટર દ્વારા વિવિધ વિભાગો સાથે બેઠકો યોજાઈ રહી છે

પેઇડ ન્યૂઝ બાબતમાં સોશિયલ મીડિયામાં ઈલેકટ્રોનિકસ અને વેબસાઇટ પર રાજકીય જાહેરખબરો અને ન્યૂઝના પરિપ્રેક્ષ્યમાં સમિતિએ કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને MCMC કમિટીના સભ્ય એમ.બી.પ્રજાપતિએ આ અંગે વિગતે રજૂઆત કરી હતી.આ બેઠકમાં સભ્ય સચિવ નાયબ માહિતી નિયામક મીતેશ મોડાસીયા, આકાશવાણીના કાર્યક્રમ અધ્યક્ષ જયેશ રાવલ, સભ્ય નિષ્પક્ષ નાગરિક ચંદ્રવદન પટ્ટણી અને સંબંધિત સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.