ETV Bharat / state

AAP Booth Meeting in Kutch : આપના ઉમેદવારો ક્રાંતિવીરની રણનીતિથી ચૂંટણી લડશે - આપ નેતા ઇશુદાન ગઢવી કચ્છ મુલાકાત

કચ્છમાં આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ મુલાકાત લઇ બૂથ સમીક્ષા (AAP Booth Meeting in Kutch ) બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) આપ ઉમેદવારો ક્રાંતિવીરની રણનીતિથી લડશે.

AAP Booth Meeting in Kutch : આપના ઉમેદવારો ક્રાંતિવીરની રણનીતિથી ચૂંટણી લડશે

author img

By

Published : Feb 3, 2022, 1:58 PM IST

કચ્છઃ ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. દરેક જિલ્લાઓમાં તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીને સીટો મળે તે અર્થે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી (AAP Leader Isudan Gadhvi Kutch Visit) કચ્છની મુલાકાતે આવ્યા હતાં અને સમીક્ષા બેઠક (AAP Booth Meeting in Kutch ) યોજી હતી.

આપ નેતા ઇશુદાન ગઢવીએ કચ્છ જિલ્લામાં બૂથ સમીક્ષા યોજી

જિલ્લામાં સંગઠનાત્મક મજબૂતીનું કામ વેગવાન

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) આગામી સમયમાં યોજાવાની છે જેથી કરીને તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે અને સંગઠનો મજબૂત તેમજ વિશાળ કરવા પોતાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો સક્રિય થયા છે અને આજે આપના નેતા
ઇસુદાન ગઢવીએ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક બુથ સમીક્ષા બેઠક (AAP Booth Meeting in Kutch ) યોજી હતી અને ત્યાર બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી.

આમ આદમી પાર્ટી છે બુથ લેવલથી આગળ વધશે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022 ) આપની રણનીતિ અંગે વાતચીત કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છે એ બુથ લેવલથી આગળ વધવાની છે. કચ્છમાં 40 ટકા જેટલું કામ થયેલું છે અને 1 મહિનામાં સંપૂર્ણ બુથ લેવલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. કેટલાક પ્રશ્નો અને મુશ્કેલીઓ પણ સામે આવી છે. આમ જનતાને જે સમસ્યાઓ છે તે અંગેના પ્રશ્નો આમ આદમી પાર્ટી ઉઠાવશે તે બાબતે પણ આજે સમીક્ષા બેઠકમાં (AAP Booth Meeting in Kutch ) ચર્ચા કરવામાં આવી છે.

બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર આવશે: આપ નેતા

આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022 ) બેઠકો અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખૂબ સારી ગતિએ આગળ વધી રહી છે અને આ વખતે ભાજપ સરકાર ડરી ચુકી છે. અનેક લોકો આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેતા હતાં. કમલમમાં જે થયું ત્યારે સૌને જાણ થઈ ગઈ અમે 13 દિવસ જેલમાં રહીને આવ્યાં ત્યાં કેદીઓ પણ આશા રાખીને બેઠા છે કે જલદીથી આમ આદમી પાર્ટીની સરકાર આવે. ભાજપના કાર્યકરો, કોન્ટ્રાકટર અને જ્ઞાતિજનો સિવાય તમામ ઈચ્છે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે, આમ જનતા પણ ઈચ્છે છે અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ચુંટણીમાં બહુમતીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે.

આપના ઉમેદવારો નેતાઓની રીતે નહી પરંતુ ક્રાંતિવીરની રણનીતિથી ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ બદલાવી નાખી છે. લાખો કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે કે આ વખતે ચુંટણીમાં ઉભા રહેનાર તમામ ઉમેદવારો નેતાઓની રીતે નહીં પરંતુ ક્રાંતિવીરની રણનીતિથી ચુંટણી લડશે. તમામ ઉમેદવારો કચ્છના 300 બુથ પર આમ જનતા માટે કાર્ય કરવાવાળા, ભ્રષ્ટાચારી ભાજપ સરકારના ઉમેદવારોને ભગાડનારા હોય તેવા ઉમેદવારો ઊભા રાખવામાં આવશે અને ચુંટણી માટે આરોગ્ય , શિક્ષણ, ખેતી માટે કાર્ય કરવાવાળા ઉમેદવારો આમ આદમી પાર્ટીની આવશે.

12-12 વર્ષ થયાં છતાં ભૂજૉડી ઓવરબ્રિજ નથી બન્યો

ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી ભાજપની સરકારને ભગાડવાની છે, અઢી લાખ કરોડનું બજેટ હોય છે જેના મારફતે શું ન થઈ શકે, ભાજપના કાર્યકર્તાઓ ધંધો કરે છે. કચ્છના પ્રશ્નો ઉકેલવામાં નીરસતા દાખવે છે. 12-12 વર્ષ થયા છતાં ભૂજૉડી ઓવરબ્રિજ નથી બન્યો શું ભાજપ સરકારનો આ છે વિકાસ? અમારી સરકારને આ કામ આપે અને અને માટે 6 માસમાં આ કાર્ય પૂર્ણ કરી બતાવી અને જો ન થાય તો અમે રાજીનામું આપી દેશું. નલીયા કાંડવાળાઓ શું વિકાસ કરશે તેવો પણ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું, 25 કાર્યકરો આપમાં જોડાયા

આટલી બધી સુરક્ષા એજન્સીઓ હોવા છતાં પાકિસ્તાનીઓ આવી જાય?

દેશના વડાપ્રધાન અવારનવાર કચ્છને યાદ કરે છે ત્યારે યાદ કરવું અને કચ્છના પ્રશ્નોનો નિકાલ કરવો તેમાં તફાવત છે. અરવિંદ કેજરીવાલ જ્યારે પ્રથમ વખત મત માંગવા ગયા ત્યારે એમ કહ્યું કે મને માટે આપો હું કામ કરીશ. બીજી વાર મત માંગવા ગયા ત્યારે એમ કહ્યું કે મે કામ કર્યું હોય તો મને માટે આપો. જ્યારે ભાજપવાળા વિકાસના નામે મત માંગે છે અને સામે 6000 જેટલી શાળાઓ બંધ કરી નાખી. આજે કચ્છની સ્થિતિ શું છે, કચ્છની બોર્ડર પરથી અવારનવાર પાકિસ્તાનીઓ આવી જાય એ આર્મીનું અપમાન છે અહીં NIA છે, RAW છે, આર્મી છે , બીએસએફ છે તથા સ્થાનિક પોલીસ છે. છતાં પણ પાકિસ્તાનીઓ અહીં આવી જાય તો ભાજપ સરકારની જરૂરિયાત નથી. કિશન ભરવાડની હત્યા બાબતે પણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કિશનના પિતાએ પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી છતાં પણ પોલીસે કોઈ પગલાં ન ભર્યા જે સરકારની નિષ્ફળતા છે.

આપની સરકાર આવશે તો આરોગ્ય પોલીસી લાવવામાં આવશે

182 સીટનો દરેકનો મેનિફેસ્ટો અલગ અલગ હશે. પછી વિધાનસભા હોય, ખેડૂતોના પ્રશ્નો હોય કે પછી આદિવાસી સમાજના પ્રશ્નો. દરેકના અલગ અલગ મેનિફેસ્ટો હશે. કચ્છના પ્રશ્નો અંગે વાત કરી હતી, નર્મદા અને આરોગ્ય બાબતે પણ વાત કરી હતી, મીઠા ઉદ્યોગ અંગે પણ સમીક્ષા કરાશે. ભાજપ સરકાર કેટલાક ઉદ્યોગપતિની સરકાર છે. આપની સરકાર આવશે તો એક આરોગ્ય માટેની ખાસ પોલીસી લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Isudan Gadhvi Retort Gujarat AAP Clashing : લોકો આવશે અને જશે પણ ખરા, બંને નેતાઓની સેવાને અભિનંદન

આમ આદમી પાર્ટીની કામ કરવાવાળી સરકાર છે

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ વિરોધ પક્ષના નેતાઓને અને અન્ય અગ્રણીઓ સાથે ચર્ચાઓ (AAP Booth Meeting in Kutch ) પણ કરી હતી. જેમાં અનેક સમસ્યાઓ અને વિરોધ પક્ષ ક્યાં નથી જીત્યો (Gujarat Assembly Elections 2022 ) અને એવી અંગેની રણનીતિ ઘડાશે. ભાજપ પેપર ફોલ્ડ સરકાર છે ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી આપતી. રીતે આ બધી ચર્ચાઓ અમે લોકો પાસેથી જાણી છે. આમ આદમી પાર્ટીની સરકાર છે એ કામ કરવાવાળી સરકાર છે આવી રીતે ભાજપ સરકાર પણ આકરા પ્રહારો કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.