કચ્છ: કચ્છમાં બે દિવસીય ગીધ પક્ષીની વસ્તી ગણતરી રાજ્યભર સાથે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે જિલ્લામાં કુદરતના સફાઈ કામદાર કેટલા બચ્યા(vultures scavengers of nature) તે આંકડો જ હાલની સ્થિતિ દર્શાવશે. ભૂતકાળમાં એક નજર કરીએ તો વર્ષ 2005માં કચ્છમાં 910 ગીધ હતા જે ઘટીને વર્ષ 2018માં માત્ર 44 ની સંખ્યામાં બચ્યા હતા. પાંચ વર્ષ બાદ ફરી થયેલી ગણતરીથી તાજેતરનો આંકડો સામે આવશે ગાંધીનગર સ્ટેટ ગીર ફાઉન્ડેશન(Gir Foundation will announce the statistics) દ્વારા વન વિભાગ સાથે સંયુક્ત રીતે ગીધની વસ્તી ગણતરી કરાઈ છે.
આ પણ વાંચો રાજકોટમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત; ઘટના CCTVમાં થઈ કેદ
ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો: કચ્છના જાણીતા પક્ષી નિરીક્ષક નવિનભાઈ બાપટ જણાવે છે કે એક સમયે ગુજરાતમાં સૌથી વધુ ગીધ (vultures scavengers of nature)કચ્છમાં જોવા મળતા હતા. વર્ષ 2005માં થયેલી ગણતરીમાં સૌથી વધુ ગીધ (vultures scavengers of nature)કચ્છમાં જોવા મળ્યા હતા. 2005માં કચ્છમાં 910 ગીધ જોવા મળ્યા હતા. પોલડિયા ગામમાં સૌથી વધુ 466 ગીધ જોવા મળ્યા હતા. ત્યાર બાદ કચ્છમાં ગીધની વસ્તી નોંધપાત્ર રીતે ઘટી(decline in the number of vultures) છે. ગત ગણતરીમાં માંડ 42થી 48 ગીધ જોવા મળ્યા હતા. તો આ વર્ષે 20ની અંદર જ ગીધની સંખ્યા જોવા મળી છે અને સતાવાર આંકડો હવે બહાર પાડવામાં આવશે.એક સમયે અબડાસા વિસ્તારમાં મોટી સંખ્યામાં ગીધ જોવા મળતા (decline in the number of vultures)હતા. જખૌ, નલિયા, સુથરી વગેરે ગામોમાં મકાનના છાપરા પર ગીધનો (vultures scavengers of nature)જમાવડો જોવા મળતો હતો.
આ પણ વાંચો કમોસમી વરસાદના એંધાણ, ત્રણ દિવસમાં સુરતમાં માવઠું પડી શકે
ગીધની ઝડપભેર ઘટતી વસ્તી ચિંતાનું કારણ: ઉલ્લેખનીય છે કે લુપ્ત થવાના આરે ઊભેલા ગીધો જંગલ અને જંગલ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જેની બે દિવસ દરમિયાન ગણતરી કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ તૈયાર કરી રાજ્યના વનવિભાગને સુપ્રત કરવામાં (Gir Foundation will announce the statistics) આવશે. દેશ-વિદેશના અનેક પક્ષીઓના વતન એવા કચ્છ જિલ્લા માટે ગીધની ઝડપભેર ઘટતી વસ્તી ચિંતાનું કારણ બની(decline in the number of vultures) શકે છે.
ગીધની સંખ્યામાં ઘટાડો થવાના કારણો: ગીધ પક્ષીની સંખ્યામાં ઘટાડો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ગીધ રાતવાસા માટે તથા માળો બનાવવા માટે ઊંચા વૃક્ષો પસંદ કરે છે. જંગલો તથા માનવ વસાહતની આસપાસના ઊંચા અને મોટા વૃક્ષો કપાઈ જતા તેમના પ્રજનનની પ્રવૃતિમાં અવરોધ ઊભો થયું છે. ખોરાકની અછત પણ એક કારણ છે. કેટલાક સ્થળોએ પ્રાણીઓના મૃતદેહોનો લોકો દ્વારા ઉપયોગ થાય છે જ્યારે કાંક આવા ઢોરવાડામાં કુતરાઓ દ્વારા કનડગત થાય છે. આથી ગીધના ખોરાકની અછત ઉભી થઈ છે. આ ઉપરાંત તેઓની સંખ્યા ઓછી થવા પાછળ પાલતુ ઢોરઢાંખરોને શારીરિક સોજાના ઓસડ તરીકે અપાતી ડ્રાઈકલોડ્નેક નામની દવા પણ એટલી જ જવાબદાર છે. વદાનું ખાસ પ્રકારનું રાસાયણિક બંધારણ ઢોરોના મડદાં ખાનાર ગીધોની કીડનીને ખરાબ કરી નાખે છે. એટલે લાંબે ગાળે તેમનું મૃત્યુ નીપજે છે. કેન્દ્ર સરકારે 2006માં સાત વર્ષ પહેલાં ડ્રાઈકર્લીડ્રેનેકને પ્રતિબંધિત જાહેર કર્યા છતાં પણ તેના વેચાણ અને વપરાશમાં ખાસો ફરક પડયો નથી. પરિણામે કુદરતના સફાઈ કામદાર એવા ગીધોનો સફાયો ચાલુ (decline in the number of vultures) છે.
વિવિધ પ્રકારના ગીધ: ગીધ પક્ષી વન્યજીવ અધિનિયમન 1972 હેઠળ(Gir Foundation will announce the statistics) અનુસૂચિત એકમાં મુકાયેલું છે જે કચ્છમાં જવું ખૂબ જ દુર્લભ છે જિલ્લામાં પોલડીયા, અબડાસા અને કાળા ડુંગર વિસ્તારમાં મુખ્યત્વે ગીધ જોવા મળે છે.જેમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ, રાજ ગીધ, ઉજળો ગીધ, પહાડી ગીધ, ડાકુ ગીધ, જટાયુ ગીધ અને ખેરો ગીધ સહિત કચ્છમાં (decline in the number of vultures)નોંધાયેલા છે.
શિયાળામાં વસ્તી ગણતરી: પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જિલ્લામાં વન વિભાગના ચારે ડિવિઝન દ્વારા આ ગણતરીમાં નોંધ કરાઈ હતી અધિકારીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, ઝુલોજીના વિદ્યાર્થીઓ સહિતના જોડાયા હતા. દર વર્ષે ઉનાળામાં આ ગણતરી થતી હોય છે પરંતુ આ વર્ષે શિયાળામાં વસ્તી ગણતરી થતી હોય પ્રવાસી ગીધની પણ નોંધ મહત્વપૂર્ણ સાબિત થશે આ આંકડા ગીધ પક્ષીના સંરક્ષણ અને સંવર્ધન મુદ્દે ખૂબ ઉપયોગી સાબિત થશે.જો કે હજુ સતાવાર રીતે આંકડો છે તે ગીર ફાઉન્ડેશન દ્વારા ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે પરંતુ નોંધપાત્ર ઘટાડો થયો છે તેવું તેમને જણાવ્યું હતું.