કચ્છઃ દેશીદારૂ બનાવવા માટે અખાધ ગોળનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે. જેને લઈ પોલીસ ઝુંબેશ હાથ ધરી છે. ભુજ, ઝરપરા (મુંદરા) નખત્રાણા ભચાઉના લાકડિયા ખાતે દરોડા પાડીને મોટી માત્રામાં અખાધ ગોળનો જથ્થો ઝડપી પાડયો છે.
કચ્છમાં દેશીદારૂ બનાવવા વપરાતો અખાધ ગોળનો જથ્થો જપ્ત કરાયો આરોગ્ય માટે હાનિકારક અને બિનઆરોગ્યપ્રદ અખાદ્યની વ્યાખ્યામાં આવતા આ ગોળનો ઉપયોગ મોટેભાગે દેશી દારૂ બનાવવામાં કરાય છે. આજે સવારે ભચાઉના લાકડીયા આધોઈ માર્ગ પરથી પોલીસ એક કારમાંથી 360 કિ ગ્રા કિંમત રૂપિયા 12600નો જથ્થો પકડી પાડયો હતો. વાહનચાલક અને આ જથ્થો મંગાવનાર સુમાગ ગગડા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
કચ્છમાં દેશીદારૂ બનાવવા વપરાતો અખાધ ગોળનો જથ્થો જપ્ત કરાયો બીજી તરફ ભૂજ એલસીબીએ ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓને સાથે રાખીને બાતમીના આધારે ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં કાર્યરત નવી જથ્થાબંધ બજાર સ્થિત દિનેશ ગંગદાસ ચૌધરી નામના વેપારીની મોમાય ટ્રેડર્સ નામની'દુકાનમાં દરોડો પાડયો હતો. માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં રહેતા મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વતની એવા આ વેપારીની દુકાનમાંથી રૂપિયા 4,19,700ની કિંમતનો અખાદ્ય ગોળનો 13,990 કિલો જથ્થો જપ્ત કરાયો હતો. ઝરપરા ગામે મુંદરા પોલીસ મહેશ્વરીવાસ ખાતે આવેલી સામત વિશ્રામ વેજાણી (ગઢવી)ની જય ખેતરપાળ દાદા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનની જમણી બાજુ આવેલી ઓરડીમાં રખાયેલો 10 કિલોની ક્ષમતાની અખાદ્ય ગોળની 55 ભીલીનો જથ્થો કબ્જે કરાયો હતો.
550 કિલો આ ગોળની કિંમત રૂા. 8,250 છે. જ્યારે નખત્રાણા ખાતે દર્શન કિરાણા નામની ભુજના મીત જશવંતભાઇ શાહની કરિયાણાની દુકાનમાંથી અખાદ્ય ગોળના રૂપિયા 900ની કિંમતના 60 કિલો જથ્થા સાથે પકડાયો હતો.