- અંજારમાં આંગડિયા પેઢીમાં ચોરી
- મર્ચાની ભૂકી નાખી કરવામાં આવી ચોરી
- પોલીસ કરી રહી છે ઘટનાની તાપાસ
કચ્છ: જિલ્લામાં ભારે ચકચારી મચાવનાર અંજારમાં આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠકકરએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડગાડા ગામે તેમને જમીન લેવાની હોવાથી આ ફરિયાદીના ભાઈ મામા વગેરે સંબંધીઓ તેમની આંગડીયા પેઢીમાં સાંજ સુધી બેઠા હતા.તેમના ભાઈ હેમલની ગાડી તથા પોતાની ગાડી તેમની ઓફિસે પડી હોવાથી આ ફરિયાદીએ મુકેશને ફોન કર્યો હતો એક ગાડી આ મુકેશભાઈ પોતાના ઘરે પહોંચાડી જાય તે માટે ફરિયાદી મુકેશભાઈ ને લેવા તેમની ઓફિસે જઈ રહ્યા હતા ફરિયાદી પોતાની કાર લઇને 50થી 100 મીટર આગળ વધ્યા હતા અને એટલામાં તેમની સાથે લૂંટના બનાવ બન્યો હતો.
62 લાખ રોકડ સહિત 65.85 લાખની લૂંટ ચલાવાઈ
આ બનાવ અંગે ફરિયાદીના જણાવ્યા મુજબ 30 થી 35 વર્ષની ઉંમરના હતા. એક લૂંટારુએ સફેદ રંગનું શર્ટ પહેર્યું હતું અને મોઢે સફેદ રૂમાલ બાંધ્યો હતો તેમજ અન્ય બે લુંટારૂ હોય મેલા કપડા પહેર્યા હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં રોકડા રૂપિયા 62 લાખ એક સોનાની ચેન, મોબાઇલ તથા કાર એમ મળીને કુલ 65.85 લાખના મુદ્દામાલની લૂંટના બનાવથી સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.
આ પણ વાંચો : ભારતમાં કોરોનાની મહામારીનું સ્ટેજ બદલાઈને એન્ડેમિક સ્તર પર જઈ શકેઃ વૈજ્ઞાનિક
લૂંટમાં ગયેલી કાર મોટી ચિરઈ ગામ નજીક બાવળોની ઝાડીમાંથી મળી આવી
પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સીસીટીવી કેમેરા તપાસવા તથા શકમંદ લોકોની પૂછપરછ કરવા વગેરે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન ગઈકાલે લૂંટમાં ગયેલી કાર મોટી ચિરઈ ગામ નજીક બાવળોની ઝાડીમાંથી મળી આવી હતી.આ જગ્યાએ ડોગ સ્કવોડ બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા કાર કબજે કરવામાં આવી હતી.
બાઈક ચોરીની ફરિયાદ સમયસર નહીં લેવામાં આવી હોય તો તે કર્મચારી વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે
આ બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલે અંજાર પોલીસ મથકે માહિતી આપતાં જણાવ્યું હતું કે," કાર ચિરઈ નજીકથી મળી ગઈ છે અને મોબાઈલ એક જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો છે તેની પણ તપાસ હાથ ધરાઇ છે. લૂંટના બનાવમાં ચોરીના બાઈકનો ઉપયોગ કરાયો હતો તે બાઈક પણ ચોરી થયેલ છે.આ બનાવમાં સમયસર ચોરીની ફરીયાદ ન લેવાઇ હોવાના પ્રશ્નના જવાબમાં પોલીસ વડાએ કહ્યું હતું કે જો બાઈક ચોરીની ફરિયાદ સમયસર નહીં લેવામાં આવી હોય તો તે કર્મચારી વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે અને તેને દંડ ફટકારવામાં આવશે".
આ પણ વાંચો :Tokyo Paralympics: ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલનું જોરદાર પ્રદર્શન છતાં ચીનની ઝોઉ યિંગ સામે 3-0થી હાર
ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવશે: પૂર્વ કચ્છ એસ.પી.
આ ઉપરાંત કબજે કરાયેલ કારમાંથી મરચાની ભૂકીના અવશેષ મળી આવ્યા હતા અને તે દરમિયાન બાઈક ચોરીનો ગુનો ગત મોડીરાત્રે પોલીસના ચોપડે ચડ્યો હતો. ખુશાલ ઠકકરએ પોતાના બાઇકની ચોરી ની ફરિયાદ પોલીસને આપી હતી.પોલીસની તપાસ દરેક દિશામાં થઈ હોવા છતાં પણ હજુ સુધી લૂંટારૂઓ પકડમાં આવ્યા નથી. પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્ટના આધારે તપાસ ચાલી રહી છે જેથી ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવશે તેવો દાવો પૂર્વ કચ્છ પોલીસ વડાએ કર્યો હતો.