- સાઉદી અરેબિયા ભારતને ઓક્સિજનની મદદ કરવા આગળ આવ્યું
- સાઉદી અરેબિયાથી 80 મેટ્રિક ટન ઓક્સિજન મુન્દ્રા પોર્ટ પર આવશે
- ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડવા વિદેશી કંપનીઓ આવી રહી છે આગળ
કચ્છઃ કોરોના વાઈરસની બીજી લહેરે આરોગ્ય વ્યવસ્થાને ઘૂંટણીએ લાવી દીધી છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 14,000ને પાર થઈ ગયો છે. ત્યારે હોસ્પિટલ્સ પણ હાઉસફૂલ થવા લાગી છે. આવા સમયે મોટા ભાગની હોસ્પિટલ્સમાં ઓક્સિજન પણ ખૂટી પડ્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર તો મદદ કરી જ રહી છે, પરંતુ વિદેશી કંપનીઓ પણ હવે ગુજરાતની મદદે આગળ આવી છે.
આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં UPL કંપનીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કર્યો
ગૌતમ અદાણીએ ટ્વિટ કરી માહિતી આપી
સાઉદી અરેબિયા ગુજરાતને મદદ કરવા માટે 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલી રહ્યું છે. આ ઓક્સિજનનો પૂરવઠો કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઉતરશે. આ અંગેની માહિતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને આપી હતી. આ સાથે જ તેમણે સાઉદી અરેબિયાના આરોગ્ય વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલીગ પ્લાન્ટ ખાતે દર્દીના પરિવારજનોની લાગી લાઈનો
સાઉદી અરેબિયાથી જહાજ મુન્દ્રા આવવા રવાના
આ ઓક્સિજનનો પૂરવઠો અદાણી ગૃપ અને લિન્ડે કંપની દ્વારા શક્ય બન્યો છે. સાઉદી અરેબિયાથી જહાજ મુન્દ્રા આવવા રવાના થયું છે. આ અંગે ગૌતમ અદાણીએ ટ્વિટરના માધ્યમથી માહિતી આપી હતી. આ સાથે જ ભારતીય રાજદૂતાવાસને પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગૌતમ અદાણીએ ટ્વિટ કરી સાઉદી અરેબિયાના આરોગ્ય વિભાગનો મદદ અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
5,000 મેડિકલ ગ્રેડ ઑક્સિજન સિલીન્ડરની પણ આયાત કરાશે
ગૌતમ અદાણીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ટેન્ક ઉપરાંત લિન્ડે કંપની સાઉદી અરેબિયાથી વધુ 5,000 મેડિકલ ગ્રેડ ઑક્સિજન સિલિન્ડરની પણ આયાત કરવામાં આવશે.