- ગામમાં ઓક્સિજનની સુવિધા સાથે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ
- જરૂરી તમામ દવાઓ પણ PHC મંગાવી દર્દીને આપી શકાય તેવી વ્યવસ્થા કરી
- સ્વભંડોળમાંથી રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કિટ પણ મંગાવવામાં આવી
કચ્છ : મોટી ચિરાઈ ગામમાં ઓક્સિજનની સુવિધા સાથે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય તમામ સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂરી તમામ દવાઓ પણ PHC મંગાવી દર્દીને આપી શકાય તેવી સુચારૂં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગ્રામપંચાયત દ્વારા સ્વભંડોળમાંથી રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કિટ પણ મંગાવવામાં આવી છે. જે અન્વયે ગ્રામ લેવલે જ શંકાસ્પદ લક્ષણો જણાતા વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.
કોરોનાના અંગે માર્ગદર્શન માટે માઇક સિસ્ટમ દ્વારા સંદેશો આપાય છે
આ ઉપરાંત પંચાયત દ્વારા કોરોનાના અંગે માર્ગદર્શન આપવા માટે માઇક સિસ્ટમ દ્વારા સંદેશો આપવામાં આવે છે. તેમજ વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ સંદેશાઓ લોકો સુધી વહેતા કરવામાં આવે છે.
આ પણ વાંચો : જંબુસરની અલમહેબુબ હોસ્પિટલને ડીસ્ટ્રીકટ કોવીડ હેલ્થ સેન્ટર જાહેર કરાઈ
ગામને અવાર-નવાર સેનેટાઈઝીંગ પણ કરાય
ગ્રામપંચાયત અને ખાનગી કંપનીના સહયોગથી રાશન કીટ ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે. જેથી લોકોનું બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું પ્રમાણ ઘટાડી શકાય. ગામની રાશનની દુકાનો, પેટ્રોલ પંપ તેમજ અન્ય સ્થળોએ ગોળ રાઉન્ડ કરી સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરવામાં આવે છે. આખા ગામને અવાર-નવાર સેનેટાઈઝીંગ પણ કરવામાં આવે છે.