- 1971ના યુદ્ધમાં ભારતના 50 વર્ષના વિજયની ઉજવણી કરવામાં આવી
- ભુજની BSFની 18મી બટાલિયનના પરિસરમાં આજે વિજય મશાલ લાવવામાં આવી
- વિજય મશાલને સરદાર પોસ્ટ થઈને ભારતીય સેનાને પાછી સોંપવામાં આવશે
કચ્છઃ વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના 50 વર્ષના વિજયની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2021ને 'સ્વર્ણિમ વિજય વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તો આ ઉજવણીના ભાગરૂપે આજે ભુજની 18મી બટાલિયન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના પરિસરમાં વિજય મશાલ (Victory torch) લાવવામાં આવી હતી. અહીં ભારતની અભૂતપૂર્વ જીતની યાદમાં ભુજના સેક્ટર કમાન્ડર સંજયકુમાર શ્રીવાસ્તવ (Bhuj Sector Commander Sanjay Kumar Srivastava) આ વિજય મશાલ લાવ્યા હતા. શહીદોની આ સ્મૃતિમાં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પશ્ચિમ કચ્છ SP સૌરભ સિંહ, નિવૃત્ત સહાયક કમાન્ડન્ટ ડી. એલ. સોનોન (D.L. Sonone), આમંત્રિત મહેમાનો, સીમા સુરક્ષા દળના અધિકારીઓ, ગૌણ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતના વિજયને 50 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ
ભૂતપૂર્વ સહાયક કમાન્ડન્ટનું સન્માન કરવામાં આવ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971ના યુદ્ધમાં ભારતની અભૂતપૂર્વ જીતના જે દિગ્ગજ હતા. તેવા ભૂતપૂર્વ સહાયક કમાન્ડન્ટ ડી.એલ. સોનોન (D.L. Sonone)નો જીતમાં વિશેષ ફાળો હતો. અહીં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમ જ શૌર્ય ચિહ્ન (Heroic mark) એનાયત કરવામાં આવ્યો હતો. આ સુવર્ણ વિજય મશાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા 16 ડિસેમ્બર 2020એ રાષ્ટ્રીય વૉર મેમોરિયલ (National War Memorial)થી પ્રગટ કરવામાં આવી હતી. આથી વર્ષ 1971ના ભારત-પાક યુદ્ધમાં ભારતના અભૂતપૂર્વ વિજયની યાદમાં ભારતના ચાર જુદા જુદા ભાગોમાં 4 સુવર્ણ વિજય મશાલો (Victory torch) પ્રગટાવી શકાય.
આ પણ વાંચો-'વિજય દિવસ': વડાપ્રધાન મોદીએ શુરવીરોને શ્રદ્ધાંજલિ પાઠવી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી
વિજય મશાલ સરદાર પોસ્ટ થઈને પાછી ભારતીય સેનાને સોંપવામાં આવશે
આ વિજય મશાલ મુખ્યત્વે પરમવીર ચક્ર વિજેતાઓ અને મહાવીર ચક્ર વિજેતાઓના વિસ્તારોમાંથી પસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દ્વારકાથી ભારતીય સેના દ્વારા પ્રથમ તબક્કામાં 18મી બોર્ડર સિક્યુરિટી ફોર્સને વિજયી મશાલ (Victory torch) સોંપવામાં આવી છે અને હવે આ વિજય મશાલ સુરક્ષા દળના હેડક્વાર્ટર (Head Quarter)થી શહીદ સ્મારક સ્થળ, ધર્મશાળા મારફતે સરહદી ચોકી સરદાર પોસ્ટ થઈને પાછી ભારતીય સેનાને સોંપવામાં આવશે.
જાણો શું કહ્યું ભૂતપૂર્વ સહાયક કમાન્ડન્ટે?
3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારતની વિઘાકોટ પર હુમલો કર્યો હતો. ત્યારે મને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેમાં જો દુશ્મન કોઈ એડવાન્સ ચાલ ચાલે તો મને પિસ્તોલથી હવામાં ફાયર કરીને ઈશારો કરવાનું હતું અને ત્યારબાદ સાઈડમાં ચાલ્યા જવાનું હતું અને ત્યાર બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન બોમ્બવારી કરવામાં આવી હતી.
હવે કોઈ પણ દુશ્મનને જડબાતોડ જવાબ અપાશે
વર્ષ 1971ના યુદ્ધમાં બધા જવાનો ભેગા થઈને લડ્યા હતા અને ભવ્ય વિજય મેળવ્યો હતો અને આ વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજના સેક્ટર કમાન્ડર સંજયકુમાર શ્રીવાસ્તવે દેશવાસીઓને જણાવ્યું હતું કે, આપણી સીમા સુરક્ષિત છે અને જો કોઈ દુશ્મને દુઃસાહસ કર્યું તો પહેલા કરતા પણ વધારે જડબાતોડ જવાબ આપવામાં આવશે.