ETV Bharat / state

જખૌ દરિયા કિનારેથી 30 કીલો હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સોને રિમાન્ડની માંગણી સાથે શનિવારે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ગુનાની ગંભીરતા સમજી આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની કસ્ટડી ATS ગુજરાતને સોંપાઈ છે. તેમના દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે.

pakistan
જખૌ દરિયા કિનારેથી 30 કીલો હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
author img

By

Published : Apr 17, 2021, 12:45 PM IST

Updated : Apr 17, 2021, 4:47 PM IST

  • કચ્છના દરિયા કિનારેથી મળી આવ્યો ડ્રગ્સનો મોટો જથ્થો
  • ગુજરાત ATS દ્વારા 8 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી
  • પોલીસે આરોપીઓ માટે 12 દિવસના રિમાન્ડ માંગ્યા

કચ્છ: જિલ્લાના દરિયા કાંઠે અવાર નવાર પાકિસ્તાન તરફથી આવતો ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ગુજરાત ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ)ને મળેલી બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહીથી પાકિસ્તાની વ્યક્તિઓને ડ્રગ્સ સાથે ઝડપી લેવાયા હતા. મધરાત્રે આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા એજન્સીઓની સંયુક્ત કવાયતમાં પાકિસ્તાનની નૂહ નામની માછીમારી બોટમાંથી હેરોઈનના એક-એક કિલોની 30 પેકેટ મળી આવ્યા હતા.

NDPS કોર્ટમાં 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા

પકડાયેલા હેરોઇનની કિંમત 150 કરોડ આંકવામાં આવી છે. હેરોઈનના આ પેકેટ પાકિસ્તાની બોટમાં યુક્તિ પૂર્વક છુપાવાયા હતા. બોટમાં સવાર ઝડપાયેલા પાકિસ્તાની 8 ખલાસીઓને ગુરુવારે સવારે જખૌ કોસ્ટગાર્ડ ખાતે લવાયા હતા. જેઓને રિમાન્ડની માંગણી સાથે ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Pakistan
ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓ કરાંચીના રહેવાસીપાકિસ્તાની બોટમાંથી હેરોઈનના જથ્થા સાથે મુર્તજા યામીન સિંધી, યામીન ઉમર સિંધી, મુસ્તફા યામીન સિંધી, નસરૂલ્લાહ યામીન સિંધી, હુસેન ઈબ્રાહિમ સિંધી, સાલેમામદ અબ્દુલા સિંધી, મહમ્મદ યાસીન મલ્લા અને રફિક આમદ મલ્લા ઝડપાયા હતા. આ આઠેય આરોપીઓ પાકિસ્તાનના કરાચીના રહેવાસી છે. નોટીકલ માઈલમાં લોકેશન પણ મળ્યુંપાકિસ્તાનના ઈબ્રાહિમ હેદરી દરિયાકાંઠેથી હેરોઈનનો જથ્થો બોટમાં ભર્યો હતો. ભારતીય જળસીમામાં તેઓ પ્રવેશતા ATS અને કોસ્ટગાર્ડ દ્વારા તેઓને ઝડપી લેવાયા હતા. આ ડ્રગ્સ કેસમાં આરોપીઓનું શું કનેક્શન છે ,ડ્રગ્સનો જથ્થો કોણે ભરી આપ્યો, ભારતમાં કયા રાજ્યમાં મોકલવાનો હતો કે અન્ય દેશમાં સપ્લાય કરવાનો હતો, ડ્રગ્સ માફીયાઓ કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. રિસીવર તરીકે કોડવર્ડમાં હાજીનું નામ સામે આવ્યું છે. આ હાજી કોડવર્ડ પાછળનું સત્ય શું છે. નોટીકલ માઈલમાં લોકેશન પણ મળ્યું હતું. ત્યારે આ કેરીયર એજન્ટની સમગ્ર પ્રકરણમાં શું ભૂમિકા છે. આતંકવાદી સંગઠનો સાથે સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવા માટે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વિગતો આપતા જણાવ્યુ હતું કે, એનડીપીએસ કોર્ટે ગુનાની ગંભીરતા સમજી આરોપીઓના 12 દિવસના એટલે કે 28 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની કસ્ટડી ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે. જેઓ દ્વારા રિમાન્ડ દરમિયાન પુછપરછ કરવામાં આવશે.

Last Updated : Apr 17, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.