કચ્છઃ અનલોક-2 સાથે ધમધમી રહેલા કચ્છ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે વધી રહયું છે. આજે શનિવારે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે એક વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.
સત્તાવાર વિગતો પ્રમાણે અબડાસા તાલુકાના દદામાપરના અને મુંબઈથી પ્રવાસ કરીને આવેલા 85 વર્ષીય લક્ષ્મીબેન લક્ષ્મીદાસ ભાનુશાળીનું આજે ભૂજ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ડાયાબિટીસ અને હાયપર ટેન્શનથી પીડાતા આ વૃદ્ધા 4 જુલાઈના રોજ મુંબઈથી પોતાના વતન કચ્છ આવ્યા હતા. આ પછી તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. શરૂઆતથી જ ગંભીર હાલતમાં રહેલા વૃદ્ધાનું આજે મૃત્યુ નીપજયું હતું.
દરમિયાન આજે રાજય સ્તરે જાહેર થયેલી યાદીમાં કચ્છમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. 11 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જો કે, જિલ્લા પંચાયતને તંત્રએ રાજય સ્તરે પાઠવેલી આ માહિતી મોડી સાંજ સુધી બહાર પાડવામાં આવતી નથી. રાજય સ્તરેથી સુચના હોવાનું જણાવીને જિલ્લા વિકાસ અધિકારી પણ કયારે માહિતી મળશે તે જણાવી શકયા નથી. બીજી તરફ દૈનિક ધોરણે રાજય સ્તરે મોકલાતી માહિતી ત્યાંથી પ્રસિદ્ધ થઈ ગયા બાદ પણ કલાકો સુધી માધ્યમોને અપાતી નથી. જેની પાછળ અધિકારીઓને સમય ન હોવાનું જાણવા મળે છે. જે માહિતી રાજય સ્તેર પહોંચી જાય છે. તે પછી સ્થાનિક તેની પ્રેસનોટ બનાવાયા બાદ તેને મંજૂરી કરવામાં સમય પસાર થઈ રહયાનું સૂત્રો જણાવી રહયાં છે. ઉલ્લેખનીય છે કે, આજના કેસ મળીને કચ્છમાં કુલ 242 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 10 દર્દીના મોત થયા છે. હાલ 79 એક્ટિવ કેસ છે.
કચ્છમાં કોવિડ-19નાં વધુ 10 કેસ નોંધાયા, કુલ આંકડો પહોંચ્યો 242
અનલોક-2 સાથે ધમધમી રહેલા કચ્છ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે વધી રહયું છે. આજે શનિવારે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે એક વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.