ETV Bharat / state

વડતાલ મંદિર તેમજ સાળંગપુર સહિતના મંદિરો 17 જૂનથી દર્શન માટે ખુલશે - Vadtal temple

યાત્રાધામ વડતાલ મંદિર તેમજ વડતાલ તાબા હેઠળના મંદિરો તા.17ના રોજ બુધવારે, યોગીની એકાદશીથી સરકારની ગાઇડલાઇન મુજબ કેટલાક આવશ્યક નિયમોને આધિન દર્શન માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના ચિંતાજનક હદે વધી રહેલા વ્યાપને ધ્યાને લઇ વડતાલ સંસ્થાન દ્વારા જાહેરહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

Vadtal temple including Salangpur will be open for Darshan from June 17
વડતાલ મંદિર તેમજ સાળંગપુર સહિતના મંદિરો 17 જૂનથી દર્શન માટે ખુલશે
author img

By

Published : Jun 5, 2020, 7:04 PM IST

ખેડા: યાત્રાધામ વડતાલ મંદિર તેમજ વડતાલ તાબા હેઠળના મંદિરો તા.17ના રોજ બુધવારે, યોગીની એકાદશીથી સરકારની ગાઇડલાઇન મુજબ કેટલાક આવશ્યક નિયમોને આધિન દર્શન માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના ચિંતાજનક હદે વધી રહેલા વ્યાપને ધ્યાને લઇ વડતાલ સંસ્થાન દ્વારા જાહેરહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

વડતાલ મંદિર તેમજ સાળંગપુર સહિતના મંદિરો 17 જૂનથી દર્શન માટે ખુલશે

40 દિવસના લોકડાઉન પછી સરકારે પાંચમા ચરણમાં આપેલી નિયંત્રિત છૂટછાટ પછી બંધ રહેલા ધાર્મિક સ્થાનો તા.8-06-20થી શરતોને આધિન પુનઃખોલવાનો નિર્ણય લીધો છે. પરંતુ વડતાલ સંસ્થાને પોતાના તાબા હેઠળના વડતાલ તેમજ સાળંગપુર સહિતના મંદિરો તા.17-06-20થી ખોલવાનો નિર્ણય લીધો છે

દર્શન માટે આવતા દર્શનાર્થી ભક્તોને નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા જણાવાયું છે. ઓનલાઇન પધ્ધતિ અથવા સરકારી ગાઇડલાઇન મુજબ ફક્ત 20 વ્યક્તિઓને અગાઉથી નક્કી કર્યા મુજબ દર્શન માટે પ્રવેશ અપાશે. મંદિરના સંતોએ એકબીજાથી 5 ફૂટનું અંતર રાખીને દર્શન કરવાના રહેશે. દર્શને આવનાર દરેક સત્સંગી હરિભક્તોએ એકબીજાથી 6 ફૂટનું અંતર જાળવીને દર્શન કરવાના રહેશે. સોશ્યિલ ડિસ્ટન્સ નહિ જાળવનાર દર્શનાર્થીને ફરી દર્શન કરવા દેવામાં નહિ આવે. દરેક દર્શનાર્થીએ માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક પહેર્યા વિના આવનારને દર્શન કર્યા વગર પાછું જવું પડશે તેમજ દરેકે ફરજિયાત સેનિટાઇઝ થવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.