ETV Bharat / state

સોનું આપવાના બહાને રૂ.72 લાખની ઠગાઈ: મુખ્ય આરોપીને ડાકોરથી ઝડપતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ - Vadodara Gold Cheating

દિલ્હીના ઈસમ સાથે સોનું આપવાના બહાને રૂ.72 લાખની ઠગાઈની ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં યાત્રાધામ ડાકોરથી (Dakor gold Fraud case) મુખ્ય આરોપીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં બે દિવસ અગાઉ અન્ય એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સોનું આપવાના બહાને રૂ.72 લાખની ઠગાઈ: મુખ્ય આરોપીને ડાકોરથી ઝડપતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ

author img

By

Published : Apr 9, 2022, 5:09 PM IST

ખેડા: યાત્રાધામ ડાકોર (Dakor gold Fraud case) ખાતે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન (Vadodara Crime Branch Operation) કરી શ્રીજી આર્કેડના પાંચમાં માળેથી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેની પત્નિની પણ સઘન પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. દિલ્હીના એક ઈસમ સાથે સોનું આપવાના બહાને રૂ.72 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. જે મામલે ભોગ બનનાર દ્વારા વડોદરામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક, ધોરણ 10 હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું

ડાકોર પોલીસનું ઓપરેશન: મુખ્ય આરોપી ઈલ્યાસ ઉર્ફે વિકી અજમેરીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઈલ્યાસની પત્ની પણ ફ્લેટમાંથી મળી આવતા તેની પણ સઘન પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડાકોર પોલીસને સાથે રાખી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન: 10 એપ્રિલના દિવસે LRDની લેખિત પરીક્ષાનું આયોજન

અગાઉ એક આરોપીની થઈ હતી ધરપકડ: સોનું આપવાના બહાને ઠગાઈ (Vadodara Gold Cheating) કરવાના મામલામાં પોલિસ દ્વારા બે દિવસ અગાઉ જયેશ પટેલ નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ ડાકોર ખાતેથી મુખ્ય આરોપી ઇલ્યાસ ઉર્ફે વીકી અજમેરીની ધરપકડ કરવામાં આવી હતી. પોલિસે ઈલ્યાસના ફ્લેટમાંથી મોબાઈલ, સોનાની લગડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.