ETV Bharat / state

ખેડાના કપડવંજમાં બાઈક અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

author img

By

Published : Feb 6, 2021, 2:23 PM IST

કપડવંજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

કપડવંજ
કપડવંજ
  • બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
  • બાઈક સહિત ત્રણે યુવાનો ફંગોળાતા ઘટના સ્થળે મોત
  • કપડવંજ પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

ખેડા: કપડવંજ પાસે પાંખિયા લાડવેલ રોડ પરથી ગત રાત્રે ત્રણ યુવાનો બાઈક પર સવાર થઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. બાઈકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

બાઈક અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત

અજાણ્યા વાહનની ભયંકર ટક્કરને લઈ બાઈક સહિત ત્રણે યુવાનો ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા બાઇક પર સવાર ત્રણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ

ઘટનાને પગલે કપડવંજ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહને કપડવંજ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મૃતક યુવાનો ચારણ નિકોલ ગામના રહેવાસી હતા .ઘટના અંગે જાણ થતા મોટી સંખ્યામાં પરિજનો સહિત ગ્રામજનો હોસ્પિટલ પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.