- કપડવંજ APMC શનિ-રવિ રહેશે બંધ
- વધતા કોરોના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય
- શહેરમાં સતત વધી રહ્યા છે કેસ
ખેડા : રાજ્ય અને જિલ્લામાં કોરોનાના કેસો ખુબ જ વધી રહ્યા છે જેને ધ્યાનમાં લઈને કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શનિવારે અને રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કપડવંજ APMC શનિ-રવિ રહેશે બંધ
કપડવંજ શહેર અને તાલુકામાં દિવસે દિવસે કોરોના કેસનો વધારો થઈ રહ્યો છે.જેને કારણે APMC ચેરમેન દ્વારા બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેથી કપડવંજ તાલુકાના આજુબાજુના ખેડૂતો માલ વેચવા આવી શકશે નહી. તેમજ કપડવંજ તાલુકાના વેપારી પણ માલ લેવા આવી શકશે નહી.
આ પણ વાંચો : ભુજ APMCમાં સ્વૈચ્છિક લોકડાઉન, 30 એપ્રિલ સુધી બંધ રહેશે
શહેરમાં સતત વધી રહ્યા છે કેસ
કપડવંજ શહેરમાં દિવસે દિવસે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે.રોજે રોજ વધતી સંખ્યામાં કેસો આવી રહ્યા છે.જેને લઈ શહેરમાં એક સપ્તાહ બપોર બાદ બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા.