ETV Bharat / state

કોરોના દરમિયાન રૂચિ જાગી અને ત્યારબાદ નડિયાદની યુવતીએ યોગામાં સર્જ્યા સતત ચાર વર્લ્ડ રેકોર્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 5:57 PM IST

અંગ્રેજીમાં કહેવત છે કે ‘પ્રેક્ટિસ મેકસ અ મેન પરફેક્ટ’ સતત અભ્યાસ વ્યક્તિને નિપુણતા તરફ દોરી જાય છે. ત્યારે યોગાસન ક્ષેત્રે ચાર વિશ્વ રેકોર્ડ સર્જી નડિયાદની એક યુવતીએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે.

નડિયાદની યુવતીએ યોગામાં સર્જ્યા સતત ચાર વર્લ્ડ રેકોર્ડ

નડિયાદ: કોરોનાકાળ દરમ્યાન લોકોને સ્વાસ્થ્ય જાળવવા તેમજ યોગ પ્રત્યે સતત જાગૃત કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન નડિયાદની ટ્વિન્કલ આચાર્યને યોગાસન પ્રત્યે રૂચિ કેળવાતાં તેમાં આગળ વધી હતી. જેમાં સવા વર્ષના ગાળામાં કઠિન કહેવાય તેવા જુદા જુદા યોગ આસનોમાં ચાર જેટલા વર્લ્ડ રેકોર્ડ સર્જી યોગાસન ક્ષેત્રે યુવાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

યોગ
યોગ

કોરોનાકાળમાં જાગી રૂચિ: કોરોના લોકડાઉન દરમ્યાન ટ્વિન્કલે યોગનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો હતો. જેમાં રૂચિ વધતા યોગનો અભ્યાસ સતત ચાલુ રાખ્યો હતો અને તેમાં જ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. MCOMના અભ્યાસ બાદ હાલ યોગાસનના ક્ષેત્રમાં આગળ વધવા કાર્યરત છે. હાલ તે માનદ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી રહી છે. યોગાસન ક્ષેત્રે PHD કરવાની ઈચ્છા ધરાવે છે.

સવા વર્ષના ગાળામાં ચાર વિશ્વ રેકોર્ડ સર્જ્યા

સવા વર્ષના ગાળામાં ચાર વિશ્વ રેકોર્ડ સર્જ્યા: ટ્વિન્કલે યોગ અભ્યાસ કરી સવા વર્ષના ગાળામાં કઠીન કહી શકાય તેવા યોગ આસનોમાં ચાર વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. જેમાં 27 માર્ચ 2022ના રોજ સંતરામ મંદિરમાં સતત 11 મિનિટ સુધી પિંડાસનયુક્ત સર્વાંગ આસન ત્યારબાદ 21 જૂન 2022ના રોજ સતત 9 મિનિટ 15 સેકંડ સુધી મરિચ્યાસન, ત્યારબાદ 1 જાન્યુઆરી 2023ના રોજ સંતરામ મંદિરમાં રામદાસજી મહારાજના સાનિધ્યમાં સતત 28 મિનિટ 55 સેકંડ સુધી પ્રણામા ગર્ભ પિંડાસન અને ત્યાર પછી 22 મે 2023 ના રોજ સંતરામ મંદિરમાં સતત 7 મિનિટ સુધી ભ્રુનાસન એમ ચાર વખત ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

માતા-પિતાનું પ્રોત્સાહન: ટ્વિન્કલ પોતાની આ સિદ્ધિ પાછળનું મુખ્ય પ્રેરક બળ માતાપિતાને ગણાવી રહી છે. ટ્યુશન ક્લાસિસ ચલાવતા ટ્વિન્કલના પિતા હિતેશભાઈ આગળ વધવા તેને સતત પ્રોત્સાહન આપતા હોવાનું જણાવી રહ્યા છે. યોગમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરતાં અમે તેને સપોર્ટ કર્યો અને તેણે જાતે જ મહેનત કરી એક પછી એક સિદ્ધિ મેળવી વધુમાં તેમણે જણાવ્યુ હતું.

એક બાદ એક રેકોર્ડ સર્જવા બદલ આગામી સમયમાં અમૃતસર ખાતે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસ દ્વારા ટ્વિન્કલનું સન્માન પણ કરવામાં આવનાર છે. ત્યારે આપબળે અનોખી સિદ્ધિ મેળવી ટ્વિન્કલે જાત મહેનતનું ઉમદા ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

  1. ગુજરાત સ્ટેટ માસ્ટર્સ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની ટ્રેડિશનલ ઇવેન્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો, ભુજની હિના રાજગોર વિશે જાણો
  2. Ahmedabad News: યોગ નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર ડો. મહેબૂબ કુરેશીની રેફરી તરીકે પસંદગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.