- શિક્ષણ પ્રધાને લીધી યાત્રાધામ ડાકોરની મુલાકાત
- રણછોડરાયજી મંદિરે રાજાધિરાજના દર્શન કરી પક્ષના વિજય બદલ માન્યો આભાર
- સરકારની કામગીરી, પાર્ટીનું સંગઠન અને ભગવાનના આશીર્વાદથી વિજય મળ્યો
ખેડાઃ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે સાંજના સમયે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાત લીધી હતી. શિક્ષણ પ્રધાન સાંજે 6:30 કલાકે ડાકોર આવી પહોંચ્યા હતા. જ્યાં ભગવાન રણછોડરાયજી મંદિરે પહોંચી ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવવા હતા. આ સાથે જ તેમણે ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજય બદલ ભગવાન રણછોડરાયજીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત દિવાળી પછી રાજ્યમાં શાળાઓ શરૂ થવા જઈ રહી છે, જે માટે પણ તેમણે ભગવાનને પ્રાર્થના કરી હતી.
સરકારની કામગીરી, પાર્ટીનું સંગઠન અને ભગવાનના આશીર્વાદથી વિજય મળ્યો
શિક્ષણ પ્રધાને ભાજપને જે જ્વલંત વિજય મળ્યો છે તે સરકારની કામગીરી, પાર્ટીનું સંગઠન અને ભગવાનના આશીર્વાદથી વિજય મળ્યો છે. જેથી શિક્ષણ પ્રધાને ભગવાન રણછોડરાયજીનો આભાર માનવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ પ્રધાન સાથે ડાકોરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.