- કેન્યા ખાતે વડતાલ તાબાના પ્રથમ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ
- વડતાલની પ્રસાદીની ઇંટના પૂજન સાથે શિલાન્યાસ થયો
- બે વર્ષમાં શિખરબંધ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થશે
ખેડાઃ વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ઇસ્ટ આફ્રિકામાં વડતાલ દેશના હજારો હરિભક્તો રહે છે. આફ્રિકાની ધરતી પર વડતાલ તાબાના મંદિરનું નિર્માણ થાય તે માટે હરિભક્તો દ્વારા સતત પ્રયાસો થતા રહ્યા છે. વડતાલ પિઠાધિપતિ પ.પ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદથી તથા વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ, સત્સંગ મહાસભાના અવિરત પ્રયાસોથી કેન્યા ખાતે મંદિર નિર્માણ થશે. કેન્યામાં શનિવારના રોજ વડતાલ તાબાના પ્રથમ સ્વામિનારાયણ મંદિરનો વડતાલની પ્રસાદીની ઇંટના પૂજન સાથે અને અગ્રણી હરિભક્તોની ઉપસ્થિતિમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો.
વડતાલની પ્રસાદીની ઇંટના પૂજન સાથે શિલાન્યાસ થયો
તાજેતરમાં વડતાલ ખાતે કાર્તિકી સમૈયા અંતર્ગત યોજાયેલી કથા સમારંભમાં આ નૂતન મંદિરના શિલન્યાસ માટે પ્રસાદીની એક ઇંટ અર્પણ કરવામાં આવી હતી. જે આજે પાયામાં પધરાવાઇ હતી. આફ્રિકાની ધરતી પર વડતાલ તાબાનું મંદિર નિર્માણ થાય તે માટે સતત પ્રયાસો થતા રહ્યા છે. પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડો.સંતસ્વામી, શુકદેવપ્રસાદ સ્વામી (નાર), વિશ્વવલ્લભ સ્વામી (પીજ), પાર્ષદ પરેશ ભગત વગેરે સંતોએ આફ્રિકાનો ધાર્મિક પ્રવાસ પણ યોજ્યો હતો.
સંયુક્ત પ્રયાસોથી કેન્યા ખાતે મંદિર નિર્માણ
કચ્છના કાનજીભાઇ વરસાણી પરેશભાઇ પટેલ (વડતાલ) પરેશભાઇ પટેલ (મહેળાવ), પ્રથમેશભાઇ પટેલ (નાર) હરજીભાઇ રાઘવાણી, ચંદ્રેશભાઇ બાબરીયા, કુરજીભાઇ પટેલ, કાંતિભાઇ દેવશીભાઇ, શિવજભાઇ વગેરે કમિટી અને ટ્રસ્ટી સભ્યો તથા પીઠડીયા ફેમીલી અને સત્સંગ સમાજના સંયુક્ત પ્રયાસોથી કેન્યા ખાતે મંદિર નિર્માણ થઇ રહ્યું છે.
બે વર્ષમાં શિખરબંધ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થશે
અંદાજે બે વર્ષમાં આ મંદિર નિર્માણકાર્ય પૂર્ણ થશે. આ નૂતન મંદિરમાં સંતોના ઉતારા, વાહન પાર્કિંગ સુવિધા, ડાયનીંગ હોલ, બાળયુવા પ્રવૃત્તિની સુવિધા સાથે ભવ્ય અને દિવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ થશે.