ETV Bharat / state

નડિયાદ ખાતે 65માં નેશનલ સ્કૂલ ગેમ્સનો પ્રારંભ - Nadiad news

નડિયાદ ખાતે 65માં નેશનલ સ્કૂલ ગેમ્સનો પ્રારંભ થયો છે. 15થી 19મી ફેબ્રુઆરી 2020 દરમિયાન ચાલનારી આ ગેમ્સનો સાંસદ દેવુંસિંહ ચૌહાણે પ્રારંભ કરાવ્યો હતો. 16 રાજયના કુલ 338 વિધાર્થીઓએ નેશનલ ગેમ્સમાં ભાગ લઇ રહ્યા છે.

Start of National School Games at Nadiad
નડિયાદ
author img

By

Published : Feb 16, 2020, 1:19 AM IST

Updated : Feb 16, 2020, 2:56 AM IST

નડિયાદઃ સમગ્ર રાજયમાં 65માં નેશનલ સ્કૂલ ગેમ્સનો પ્રારંભ થયો છે ત્યારે નડિયાદ ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્પોર્ટસ સંકુલમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ નેશનલ ગેમ્સમાં પ્રારંભિક ઉ્દ્દબોધનમાં વિધાર્થીઓને શુભકામના પાઠવતા સાંસદે જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજયોના વિધાર્થીઓ તમામ ખેલોમાં ભાગ લઇ માત્ર ખેલમાં જ નહીં તમામ ક્ષેત્રે વિજયી થાય તેવી ક્ષમતા ધરાવે છે. આપણા દેશની વિવિધ પરંપરા અને સંસ્કૃતિનો જ આ તલવારબાજી એક ભાગ છે અને આ પરંપરાને આજે ખેલકૂદ સાથે સાંકળીને ભારત સરકાર અને ગુજરાત સરકારે ખેલકુદમાં પ્રાધાન્ય આપ્યુ છે, તે ધન્યવાદને પાત્ર છે.

નડિયાદ ખાતે ૬૫માં નેશનલ સ્કૂલ ગેમ્સનો પ્રારંભ

દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, દેશના બાળકો દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તેવી ક્ષમતા ધરાવે છે, અને રાજય સરકાર તેમને નવી તકો આપી રહી છે. તેનો લાભ લઇ ખેલ ક્ષેત્રે આગળ વધવા આહવાન આપ્યું હતું. દેશના વિવિધ રાજયોના વિધાર્થીઓએ માર્ચપાસ્ટ કરી હતી.

નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાયેલા 65માં નેશનલ સ્કુલ ગેમ્સમાં અન્ડર-14ના દેશના વિવિધ રાજયોના કુલ 338 વિધાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં આધ્રપ્રદેશના કુલ 24, બિહારના કુલ 07, CBSC વેલ્ફર સ્પોર્ટસના કુલ 21, ચંદીગઢના કુલ-21, છતીસગઢના કુલ 24, ગુજરાતના 24, હરિયાણા 24, IPLCના કુલ ૦6 જમ્મુ એન્ડ કાશ્મીરના 24, મધ્યપ્રદેશના કુલ 24, મહારાષ્ટ્રાના કુલ 24, મણિપુર 24, પંજાબ 23, તામીલનાડુ 24, તેલંગાણા 24, અને વિધાભારતીના કુલ 20 એમ મળી કુલ 338 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

આ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે નગરના મહાનુભાવો, વિધાર્થી ભાઇ-બહેનો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Last Updated : Feb 16, 2020, 2:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.