ખેડાઃ અનલોક-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ બુધવારથી ભાવિકો માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે. મંદિરના પૂજા-અર્ચન પરંપરા મુજબ ચાલુ રહેશે. પરંતુ ભાવિક ભક્તોને માટે દર્શન બંધ રહેશે. વળી મંદિર ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ પણ આ પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે આ વર્ષે બંધ રાખવામાં આવ્યો છે.
![નડીયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ભાવિકો માટે બંધ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-05-mandir-bandh-rpt-photo-story-7203754_01072020223526_0107f_1593623126_504.jpeg)
આ ઉપરાંત શ્રી સંતરામની દેરી ખાતે પણ આજથી દર્શન બંધ છે અને ગુરુપૂર્ણિમાના પાદુકા પૂજન અને ત્યાં પણ ઉત્સવ બંધ રાખવામાં આવે છે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવા તેમજ દરેક ભક્તોએ પાદુકાપૂજન તથા ભજન-કીર્તન ઘરે બેસીને કરવા મંદિર દ્વારા જણાવ્યું છે.