ETV Bharat / state

નડિયાદ અને મહેમદાવાદ ખાતે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jan 18, 2021, 8:53 AM IST

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ તેમજ મહેમદાવાદ ખાતે મોટી નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નડિયાદ ખાતે રૂ.50 લાખ તેમજ મહેમદાવાદ ખાતે રૂ.15 લાખ નિધિ સમર્પિત કરવામાં આવી હતી.

ખેડાના નડીયાદ અને મહેમદાવાદ ખાતે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો

  • નડિયાદ ખાતે તેમજ મહેમદાવાદ ખાતે મોટી નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો
  • સમાજ શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ દ્વારા મોટી નિધિ સમર્પિત કરાઈ
  • 15 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી મોટી નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાશે

ખેડા : નડિયાદ સંતરામ મંદિર સત્સંગ હોલ ખાતે મોટી નિધિ સમર્પિત કરનાર સમાજ શ્રેષ્ઠીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ખેડા જિલ્લાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ દ્વારા રૂ.1,11,111 ,નડિયાદના ધારાસભ્ય તથા મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ દ્વારા રૂ.2,00,000,એક સમાજ શ્રેષ્ઠી દ્વારા રૂ. 10,00,000 તથા ચરોતરના ઉદ્યોગપતિ અને સમર્પણ સમિતિના અધ્યક્ષ જૈમીનભાઈ પટેલ દ્વારા રૂ. 11,11,111 માતબર સમર્પણ શ્રી રામ ભગવાનના ચરણોમાં અર્પણ કરાયું હતું. નડિયાદ નગરના સામાજિક શ્રેષ્ઠિઓ દ્વારા રૂ.50 લાખ જેટલી રકમનું સમર્પણ શ્રી રામ મંદિર માટે સમર્પિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં નડિયાદના વિવિધ ક્ષેત્રના તથા સામાજિક અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા અન્ય સંસ્થાઓના અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહેમદાવાદ ખાતે કાર્યક્રમમાં તાલુકાના 21 સમાજ શ્રેષ્ઠીઓ એવા શ્રી રામ ભક્તોએ રામ મંદિર નિર્માણ અભિયાન અંતર્ગત રૂ. 15,57,944 સંયુક્ત રીતે ભેગા મળી સોના ચેક પૂજ્ય સંતોના ચરણકમળમાં અર્પણ કરી હિન્દુ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તાલુકા શ્રેષ્ઠિઓ,અગ્રણીઓ,સંતો તેમજ તાલુકા વિધિ અભિયાન સમિતિ,આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

15 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી મોટી નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાશે

મોટી નિધિ સમર્પણનો કાર્યક્રમ 15 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારે ખેડા જિલ્લાના સમાજ શ્રેષ્ઠીઓને શ્રી રામ મંદિર નિર્માણ માટે ખુલ્લા હાથે નિધિ સમર્પણ કરવા સમિતિ દ્વારા આહવન કરવામાં આવ્યું છે. ઘરે ઘરે જઈને નિધિ સમર્પણનો કાર્યક્રમ 30 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. જેમાં શ્રી રામ ભગવાનના ભક્તો દરેકના ઘરે જશે અને અભિયાન અંતર્ગત સમાજ દ્વારા નિધિ સમર્પણ થશે.

ખેડાના નડિયાદ અને મહેમદાવાદ ખાતે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.