ખેડા: ડાકોર જતા અનેક સંઘમાંથી એક અલગ સંઘ અમદાવાદના રાયપુર વિસ્તારનો હતો. જે સંઘનું નામ કામનાથ મહાદેવ છે. આ સંઘમાં નાના મોટાથી લઇને 100 જેટલા વ્યક્તિઓ છે. આ સંઘ છેલ્લા 45 વર્ષથી સતત પગપાળા ધૂળેટીએ ડાકોરની યાત્રાએ જાય છે. સંઘના લોકોએ તેમની પર થયેલ શ્રી કૃષ્ણની કૃપાનું પણ વર્ણન કર્યું. આ સંઘ રસ્તામાં સતત ભગવાનના ભજન પણ કરતો રહે છે. તેની સાથે-સાથે ગરબા કરીને ઈશ્વરની સાધના પણ કરતો રહે છે.
આ સંઘની વિશિષ્ટતા એ છે કે, સંઘ પોતાનો ખાણી-પીણીનો સામાન સાથે જ લઈને જાય છે. તબિયત ન બગડે તે માટે બહારનું ખાવાનું ટાળે છે. કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે આ સંઘ ખુલ્લી હવામાં જ ચાલવાનું પસંદ કરે છે.