ખેડા/ કઠલાલઃ ખેડા જિલ્લાના કઠલાલના લાડવેલ પાસેથી ટ્રકમાં ઘઉંની આડમાં લઈ જવાતા પોશડોડાના 2272 કિલોના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કઠલાલ પોલિસ દ્વારા બંને પરપ્રાંતિય આરોપીઓ ગુનો નોંધી રૂપિયા 81.68 લાખના પોશડોડા સહિત રૂપિયા 1.1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘઉંની આડમાં હેરાફેરીઃ જ્યારે પોશડોડા મંગાવનાર ત્રણ વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. કઠલાલ પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રક નં.RJ 14 GB 9617માં વનસ્પતિ જન્ય પોશડોડા જેવો કેફી પદાર્થ ગેરકાયદેસર રીતે ભરી ઇન્દોર – અમદાવાદ હાઇવે રોડ ઉપર કઠલાલ થઇને અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. ઘઉંની આડમાં લઈ જવાતો હતો પોશડોડાનો જથ્થો પકડાયો છે.પોલીસની પ્રાથમિક પુછપરછમા રાજસ્થાનના અસલમ નૂર નામના ઈસમે અને નેમી કલ્યાણ રેગરે મધ્યપ્રદેશના મનસોર ખાતેથી ટ્રકમાંથી પોશડોડાનો જથ્થો મોબાઇલ નંબર વાળી વ્યક્તિ પાસેથી ટ્રકમાં ભરી આપ્યો હતો.
પાંચ આરોપી સામે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓ સહિત કુલ પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા હાલ પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.---વી.કે.ખાંટ (કઠલાલ પોલિસ સ્ટેશનના ઇન્પેક્ટર)
કુલ 223 કોથળો મળ્યાઃ પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાંથી ઘઉ ભરેલા 223 કોથળાઓ મળી આવ્યા હતા. જેની આડમાં પ્લાસ્ટિકની 125 કોથળીઓમાં રૂપિયા 81,68,400ની કિંમતના 2722 કિલોગ્રામ પોશડોડા મળી આવ્યા હતા.પોલીસે પોષડોડાનો જથ્થો તેમજ ઘઉં અને ટ્રક સહિત કુલ રૂપિયા 1,01,32,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલિસે ગ્યારસીલાલ કલ્યાણમલ અને નેમીચંદ કલ્યાણમલને ઝડપી પાડી બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.તેમજ પોશડોડા મંગાવનાર અન્ય ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો મધ્યપ્રદેશના મન્સોરથી સૌરાષ્ટ્રના બોટાદ ખાતે જથ્થો લઇ જવાતો હતો.