ETV Bharat / state

ખેડાઃ પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

ખેડા જિલ્લામાં કપડવંજ શહેર પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પહેલા અટકાયતી પગલા લીધા બાદ જામીન બાદ જ સારવાર કરવાની પોલીસ દ્વારા જીદ કરવામાં આવી હતી.

પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ
પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ
author img

By

Published : Dec 29, 2020, 10:03 PM IST

Updated : Dec 29, 2020, 10:34 PM IST

  • પોલિસની દાદાગીરીનો વીડિયો વાયરલ
  • કાર્યવાહી સુધી ઈજાગ્રસ્તની સારવાર ન કરાવાઈ
  • સાસરીયા પક્ષના લોકોએ યુવક પર કર્યો હતો હુમલો

ખેડાઃ જિલ્લાના કપડવંજ શહેર પોલીસની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં પોલીસ કર્મચારી દ્વારા કાર્યવાહી બાદ સારવાર કરવાની જીદ કરવામાં આવી રહી છે.

શું હતો મામલો ?

કપડવંજ શહેરમાં રહેતો યુવક 498 ના મામલામાં જવાબ માટે પોલિસ સ્ટેશન જઈ રહ્યો હતો. જે દરમિયાન સાસરીયા પક્ષના લોકોએ યુવક પર હુમલો કર્યો હતો. જેને લઈ યુવક ઘાયલ થતા સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં હાજર પોલીસ કર્મચારી દ્વારા સારવાર માટે મોકલવાને બદલે મામલતદાર કચેરીએ જામીન માટે લઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

લોહી નીકળતું હોય તો શું થયું ? કોઈ ઉતાવળ નથી: પોલીસ

વાયરલ થયેલા વીડિયોમાં યુવકના જોડે રહેલા વ્યક્તિ સારવાર માટે લઈ જવાનું કહેતા પોલિસ દ્વારા લોહી નીકળતું હોય તો શું થયું કોઈ ઉતાવળ નથી તેમ કહેવામાં આવી રહ્યું છે. સારવાર માટે પછી લઈ જઈશું તેમ જણાવાઈ રહ્યુ છે. કાર્યવાહી સુધી પોલીસ દ્વારા યુવકની સારવાર કરાવાઈ ન હોતી.

Last Updated : Dec 29, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.