ETV Bharat / state

ખેડા જિલ્લામાં મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરાયું

author img

By

Published : Jun 25, 2020, 9:08 PM IST

ખેડા જિલ્લા પંચાયત ખાતે આજ રોજ દસ ગામ દીઠ એક પશુ દવાખાના યોજનાનું અમલીકરણ GVK-EMRI મારફતે કરાયું છે.

Mobile veterinary clinic started in Kheda district
ખેડા જિલ્લામાં મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરાયું

નડિયાદઃ ખેડા જિલ્લા પંચાયત ખાતે આજ રોજ દસ ગામ દીઠ એક પશુ દવાખાના યોજનાનું અમલીકરણ GVK-EMRI મારફતે કરાયું છે.

ખેડા જિલ્લાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ નાયબ પશુપાલન નિયામક તથા GVK-EMRIના ખેડા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર સહિત અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લામાં ફાળવેલી ચાર જેટલી મોબાઈલ વાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાના લાડવેલ, ઠાસરા તાલુકાના નેશ, નડિયાદ તાલુકાના માંઘરોલી અને મહેમદાવાદ તાલુકાના મોદજ ગામ ખાતે ચાર એમ્બ્યુલન્સ વાનો ઉપસ્થિત રહેશે.

ઉપર મુજબના ગામ અને તેની આજુબાજુના નવ જેટલા ગામોને એક મોબાઇલ વાન દ્વારા આવરી લેવામાં આવશે. જે દર અઠવાડિયામાં બે વાર એક ગામની મુલાકાત લેશે અને સંકલિત ગામોમાંથી કોઈપણ સમયે સવારના 7:00 થી સાંજના 7:00 દરમિયાન પશુઓની કોઇપણ ઇમરજન્સી ઉપસ્થિત થશે. આ માટે 1962 ટોલ ફ્રી નંબરથી નિશુલ્ક સેવાનો લાભ ખેડા જિલ્લાના દર્શાવેલા ગામોના પશુપાલકોને મળશે. આગામી સમયમાં કુલ 15 જેટલી વાનમાંથી હાલમાં ચાર પશુ મોબાઈલ વાન મળી છે. જે આગામી બે ફેઝમાં પાંચ અને છ જેટલી વાન ખેડા જિલ્લાને મળશે. ખેડા જિલ્લાના અંદાજે આઠ લાખ પશુઓને આ સેવાઓનો લાભ મળશે.

આ ઉપરાંત ખેડા જિલ્લામાં ઘણા પ્રકારના રોગો રસીકરણ દ્વારા રાજ્ય સરકારના પ્રયત્નોથી નાબૂદ કરેલ છે. ખેડા જિલ્લામાં એક લાખ પશુઓ ઘાસચારો ખાય છે, પણ દૂધ આપતા નથી તેવા પશુઓને આ મોબાઇલ વાન દ્વારા દૂધ ઉત્પાદન કરતા કરવામાં આવશે. જિલ્લામાં હાલ 17 જેટલા પશુ દવાખાના કાર્યરત છે અને 19 જેટલા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર કાર્યરત છે. જેમાં આ મોબાઈલ પશુ દવાખાના દ્વારા જે પશુઓ દવાખાના સુધી પહોંચી શકતા નથી, તેવા પશુઓની સેવા ઘર આંગણે થાય તેવો સરકારનો ઉમદા અભિગમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.