- અચાનક પુલ ધરાશાયી થયો
- કોઈ જાનહાનિ થઈ નથી
- અનેક ગામોનો વાહન વ્યવહાર અટવાયો
ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામ પાસે મહી કેનાલ પર જૂનો પુલ આવેલો છે. જે પુલ પરથી કાલસર સહિત આસપાસના અનેક ગામોના લોકો અવરજવર કરે છે. વર્ષો જૂનો પુલ જર્જરિત હોઈ અચાનક જ ધરાશાયી થઇ જવાની ઘટના બની હતી. જો કે, વાહન વ્યવહારથી સતત વ્યસ્ત પુલ ધરાશાયી થયો તે સમયે કોઈ અવરજવર ન હોઈ જાનહાની થઈ નહોંતી.

આ પણ વાંચો: રાંચીમાં કાંચી નદી ઉપરનો પુલ ધરાશાયી
અન્ય પુલ જર્જરિત થતા અગાઉ બંધ કરાયો
કેનાલ પર આવેલા એક અન્ય પુલ પરથી પહેલા અવરજવર કરવામાં આવતી હતી. પરંતુ કેટલાક સમય અગાઉ તે પુલ જર્જરિત બન્યો હતો. જેને લઈ તેને ગ્રામજનો દ્વારા અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પાલનપુર ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત, જીવના જોખમે લોકો થઈ રહ્યાં છે પુલ પરથી પસાર
અનેક ગામોનો વાહન વ્યવહાર અટવાયો
એક પુલ બંધ કર્યા બાદ હાલ આ પુલ ઉપરથી અવર જવર કરવામાં આવી રહી હતી. આ પુલ જર્જરિત હોઈ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. જેને લઈ કાલસર સહિતના આસપાસના અનેક ગામના લોકોને મુખ્ય રસ્તા પર પહોંચવા માટે હવે લાંબું ચક્કર મારવાનો વારો આવ્યો છે. જેને લઇ ગ્રામજનો દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાય તેમ ઇચ્છી રહ્યા છે.