વડતાલમાં હરિએ જાતે પોતે પોતાના હસ્તે આજથી પોણા બસો વર્ષ પૂર્વે વડતાલ મંદિરના દ્વારે વિઘ્નેશ ગણપતિ સાથે શિવની મૂર્તિની સ્થાપના કરી હતી. ભગવાન સ્વામિનારાયણે પોતાના અનુયાયીઓને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, દર વર્ષે શ્રાવણ માસમાં બીલીપત્રથી મહાદેવનું અર્ચન પૂજન કરવું.
શ્રાવણ માસના પ્રારંભથી હરિકૃષ્ણ મહારાજને રોજના 11,000 તુલસીપત્રો અર્પણ થશે. જ્યારે પ્રસાદીના મહાદેવને રોજના 12,600 બીલીપત્રો ચઢાવવામાં આવશે. શ્રાવણ પૂર્ણાન્તે 4 લાખ બીલીપત્રો અર્પણ થશે.જેની મંદિરના પૂજારી અને પુરોહિત ધીરેન ભટ્ટ મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવી હતી.જે સાથે આજથી મંદિર મંત્રનાદથી ગુંજી ઉઠ્યુ હતું.