ડાકોર સુ્પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પ્રથમવાર રણછોડરાયજી મંદિર (Dakor Ranchhodraiji Temple)ના શિખર ઉપર ભાવિક દ્વારા એલઇડી ધજા ચડાવવામાં આવી છે. એલઈડી ધજામાં રણછોડરાયજીની છબી તેમજ સ્વસ્તિક પણ લગાવાયા છે. એલઈડી ધજા ચડાવાતાં હવે રણછોડરાયજી મંદિરનું શિખર રોશનીથી ઝળહળતું જોવા મળ્યું હતું. ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોડરાયજી મંદિરે પ્રથમ વખત એલઈડી લાઈટથી ઝળહળતી ધજા (LED Dhaja For Dakor Ranchhodraiji Temple) ભરવાડ સમાજના યુવાન દ્વારા ચડાવવામાં આવી છે.
મંદિરે ધજા ચડાવવાનું છે વિશેષ મહત્વ રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાનું ભાવિકોમાં વિશેષ મહત્વ રહેલું છે. ધજા ચડાવવાની માનતા રાખવાથી મનોકામના પુર્ણ થતી હોવાની માન્યતા છે. તેમજ શુભ અવસરે અને તિથિ તહેવારે પણ મંદિરે ધજા ચડાવાય છે. સાથે જ કોઈપણ મંદિર પર ધજા ચડાવવાથી મંદિર બનાવ્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમ પણ મનાય છે. ત્યારે યાત્રાધામ ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન રણછોડરાયજીના દર્શને આવે છે. સાથે જ મંદિરે ધજા ચડાવવાની માનતા રાખી શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ધજા લઈ પગપાળા યાત્રા કરી ડાકોર આવે છે. જ્યાં શ્રદ્ધાપૂર્વક ભાવિકો દ્વારા ડાકોરના ઠાકોરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.
દ્વારકા મંદિરની ધજા જોઈ મળી પ્રેરણા ડાકોરના ઠાકોરને એલઇડી ધજા અર્પણ કરનાર ભાલિક ભક્ત લાલાભાઈ ભરવાડને આવી ધજા અર્પણ કરવાની પ્રેરણા દ્વારકા મંદિરથી મળી હતી. યાત્રાધામ ડાકોરમાં ભાવિકો દ્વારા નાનીથી લઈને 52 ગજ સુધીની ધજા ચડાવે છે. પણ પ્રથમ વખત એલઇડી લાઇટ વાળી ધજા ઠાકોરજીને ચડાવાઈ છે. જે ધજા ચડાવનાર ડાકોરના ભરવાડ સમાજના યુવાન લાલાભાઈના જણાવ્યા મુજબ તેમને દ્વારકાના શિખર ઉપર ધજા જોઈને ડાકોરના શિખર પર એલઇડી લાઇટવાળી ધજા (LED Dhaja For Dakor Ranchhodraiji Temple) ચડાવવાની પ્રેરણા મળી હતી. જેથી તેમણે એલઈડી લાઈટવાળી ધજા બનાવી ચડાવી હતી. જેથી પ્રથમ વખત ડાકોરના ઠાકોરના શિખર ઉપર લાઈટથી ઝળહળતી ધજા ચડશે.
મંદિરનું શિખર રોશનીથી ઝળહળશે ારાજાધિરાજ રણછોડરાયજીને પ્રથમ વખત ભાવિક દ્વારા એલઇડી લાઈટવાળી ધજા ચડાવાતા મંદિરના સોનાના શિખર ઉપર એલઈડી ધજા લહેરાશે. જે સાથે જ મંદિરનું શિખર રોશનીથી ઝળહળશે. એલઈડીવાળી ધજામાં (LED Dhaja For Dakor Ranchhodraiji Temple) ભગવાનની છબી તેમજ સ્વસ્તિક સાથે લાઈટિંગ કરાયું છે. ધજાની પૂજા કરી મંદિરમાં અર્પણ કરી દેવામાં આવી છે. પરંતુ રણછોડરાયજી મંદિરના નિયમ પ્રમાણે સંધ્યા બાદ શિખર ઉપર ધજા ન ચડાવાતી હોવાથી આવતીકાલે સંધ્યા પહેલા શિખર પર ધજા ચઢાવવામાં આવશે.