પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા તાલુકાના હરિયાળા ગામે થોડા સમય પહેલા ખેતરમાંથી માથાના ભાગે ઇજા પહોંચેલી હાલતમાં પર્વતસિંહ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયા ખેડા LCB દ્વારા મોબાઈલના લોકેશનના આધારે મૃતકના પુત્ર ઘનશ્યામસિંહ વાઘેલાની ગાઢ પૂછપરછ કરતા પોતે જ પોતાના પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ બનાવમાં ઘનશ્યામસિંહે પોતાના પિતા મૃતક પરવતસિંહ પાસે જમીન વેચાણના આવેલા રૂપિયામાંથી પાંચ લાખની અવારનવાર માંગણી કરી હતી. પરંતુ તે ન આપતા આવેશમાં આવી જઈને પોતાના પિતાની હત્યા કરી નાખી હતી.
ખેતરમાં પાણી વાળી રહેલા પિતાને ઘરે જમવા જવા માટે મોકલી પાછળથી માથાના ભાગે ઘા ઝીંકી હત્યા કરી મૃતદેહને ખેતરમાં મૂકી દીધો હતો. હત્યાના મામલામાં ખેડા LCB દ્વારા ઘનશ્યામસિંહ વાઘેલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.