- જિલ્લામાં કોરોનાના કુલ નવા 34 કેસ નોંધાયા
- અત્યારસુધી કુલ 4,080 પોઝિટિવ કેસ નોંધાયા
- તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી
ખેડા : જિલ્લામાં આજે નડિયાદમાં 11, ઠાસરામાં 8, કઠલાલમાં 5, ગળતેશ્વરમાં 4, કપડવંજમાં 2 અને મહુધા, મહેમદાવાદ, ખેડા તેમજ વસોમાં 1-1 મળી કુલ 34 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : કોરોનાના વધતા સંક્રમણને પગલે ડાકોરમાં બજારો બપોર પછી બંધ
જિલ્લામાં કુલ 4,080 પોઝિટિવ કેસ નોંધાયા
અત્યાર સુધી જિલ્લામાં કુલ 4,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 3,894 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 167 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. આજ રોજ જિલ્લામાં 748 સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યારસુધી કુલ 72,737 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 66,525 નેગેટિવ અને 4080 પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,202 સેમ્પલના રિઝલ્ટ પેન્ડિંગ છે.
આ પણ વાંચો : ખેડામાં વધુ 3 નવા કેસનો ઉમેરો થતા જિલ્લામાં કોરોનાના કુલ 91 કેસ
કન્ટેનમેન્ટ ઝોનનો ચુસ્ત અમલ કરવો તથા કોવિડના નિયમોના પાલન માટે કડક કાર્યવાહી
જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેમ્પલની સંખ્યા વધારી દેવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલ તેમજ બેડની સુવિધા વધારવાની, કન્ટેનમેન્ટ ઝોનનો ચુસ્ત અમલ કરાવવા તથા કોવિડના નિયમોના પાલન માટે કડક કાર્યવાહી તેમજ લોકોમાં જાગૃતિ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.