ETV Bharat / state

kheda News: ખેડામાં કાર અને ડમ્પર વચ્ચેના અક્સમાતમાં બે યુવાનોના થયા મૃત્યુ,ચાર ઈજાગ્રસ્ત

ખેડા જીલ્લાના કઠલાલના સોનપુરા પાસે ડમ્પર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે આશાસ્પદ યુવા ખેલાડીઓના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય ચાર યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

kheda News: ખેડામાં કાર અને ડમ્પર વચ્ચેના અક્સમાતમાં બે યુવાનોના થયા મૃત્યુ,ચાર ઈજાગ્રસ્ત
kheda News: ખેડામાં કાર અને ડમ્પર વચ્ચેના અક્સમાતમાં બે યુવાનોના થયા મૃત્યુ,ચાર ઈજાગ્રસ્ત
author img

By

Published : Apr 2, 2023, 8:03 PM IST

ખેડા: ખેડા જિલ્લાના કઠલાલના કઠલાલ-અમદાવાદ રોડ પર આવેલા સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર પર ફરી વળેલા ડમ્પરમાં બધા યુવાનો હતા. આ ઉપરાંત આ બઘા યુવાનો ખેલાડીઓ હતા જેનો અકસ્માતમાં ભોગ લેવાયો છે.

આ પણ વાંચો: Illegal Crossing Border: ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીએ લીધો ભોગ, મહેસાણાના એક જ પરિવારના 4 લોકોના મોત

રોંગ સાઈડથી આવતા ડમ્પરે સર્જ્યો અકસ્માત: આ ગંભીર અકસ્માતમાં કાર પર ડમ્પર ફરી વળતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા કારમાં સવાર બે આશાસ્પદ યુવા ખેલાડીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે કારમાં સવાર અન્ય ચાર યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. યુવા ખેલાડીઓની કાર કઠલાલ પાસેથી પસાર થઈ રહી હતી.તે દરમ્યાન બેજવાબદાર રીતે અચાનક રોંગ સાઈડથી આવતા ડમ્પરે ધડાકાભેર કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો: રોંગ સાઈડથી આવતા ડમ્પરનું ધડાકાભેર કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે કઠલાલ પોલીસ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાંથી બંને મૃતક યુવાનોના મૃતદેહ પીએમ માટે ખસેડાયા હતા.જ્યારે ચાર ઇજાગસ્તોને સારવાર હોસ્પિટલ ખસેડાયા હતા.પોલિસ દ્વારા અકસ્માત મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: GCMMFL: ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને નોંધાવ્યું 55,055 કરોડનું ટર્નઓવર

તમામ યુવાનો એથ્લેટિક ખેલાડી: કારમાં સવાર તમામ યુવાનો રમત ગમત ક્ષેત્રના આશાસ્પદ પદ ખેલાડી હતા.જે રેલવેમાં એથ્લેટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા.આ યુવાનો નેશનલ ગેમમાં પણ વિવિધ રમતો રમી ચુક્યા છે.જેમાંથી અકસ્માતમાં વિનોદ રાજપાલસિંહ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયનું ઘટના સ્થળે મોત થયું હતું. તમામ યુવાનો ગાંધીનગરના રહેવાસી હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચો: Zhalawad Ginning Scam: ઝાલાવાડ જીનિંગ મંડળીનાં કૌભાંડની પોલીસ ફરિયાદ,11 કૌભાંડીઓ વિરૂદ્ધ થશે કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.