ETV Bharat / state

Grapes Festival: વડતાલ ધામ ખાતે દ્રાક્ષ ઉત્સવ, દેવોને 5000 કિલો દ્રાક્ષનો શણગાર કરાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દ્રાક્ષની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ 5000 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

author img

By

Published : Apr 9, 2023, 8:47 PM IST

સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દ્રાક્ષની ઉજવણી

વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે 75મી રવિ સભા યોજાઈ હતી. અમૃત સભા નિમિત્તે મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ 5000 કિલો દ્રાક્ષથી દ્રાક્ષ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જે દ્રાક્ષનો પ્રસાદ ઉપસ્થિત હરિભક્તો તેમજ જરૂરિયાતમંદો તેમજ દરિદ્રનારાયણોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવશે.

મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ 5000 કિલો દ્રાક્ષનો શણગાર

5000 કિલો દ્રાક્ષનો ઉત્સવ: સુપ્રસિદ્ધ વડતાલ ધામ ખાતે વિવિધ તહેવારોની ભક્તિપુર્ણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દેવોને સિઝન પ્રમાણે વિવિધ ફળફળાદિનો અન્નકૂટ અને શણગાર કરવામાં આવે છે. ત્યારે આજરોજ દ્રાક્ષ ઉત્સવ યોજાયો હતો. આજરોજ અમૃતસભા નિમિત્તે નાસિક સ્વામિનારાયણ મંદિરના કોઠારી જ્ઞાનજીવનદાસજી સ્વામીના શિષ્ય મંડળ તથા સેવક મંડળ દ્વારા મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ 5000 કિલો દ્રાક્ષનો વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.જેનો દર્શન કરી સંપ્રદાયના હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો: KERALA News: કેરળના આ મંદિરમાં પ્રવેશ માટે પુરુષો ધારણ કરે છે સ્ત્રીઓનો વેશ, જાણો કેમ

દ્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે રવિસભા: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ દ્રીશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજે રવિવારના રોજ 75 મી અમૃત રવિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને આ પ્રસંગે લઈ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર જોડી ચંપલનું વિતરણ કરાયુ હતું.

આ પણ વાંચો: Gir Somnath Holi 2023 : પક્ષીઓની ચણ માટે બોરવાવ ગામમાં આયોજિત થાય છે અનેરો કાર્યક્રમ

ચંપલ વિતરણ: વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને અનુસરી ટેમ્પલ બોર્ડ દ્વારા ચંપલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડતાલ મંદિરના સ્વયંસેવકો દ્વારા રોડ પર ખુલ્લા પગે ફરતા દરિદ્ર નારાયણને ચંપલ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આબાલ વૃદ્ધ સહિત સૌ દરિદ્ર નારાયણને ચંપલ વિતરણ કરાયુ હતુ. આ ચંપલના યજમાન વડોદરાના ગિરીશચંદ્ર ચુનીલાલ જોશી હસ્તે સત્યમભાઈ જોશી પરિવાર હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.