ખેડા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મહીસાગર નદી પર આવેલો વણાકબોરી ડેમ ભરાયો છે. વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ હતી.ડેમની ક્ષમતા 221 મીટરની છે.જ્યારે હાલની સપાટી 221.25 મીટર છે.જેને લઈ ડેમ છલકાયો છે. ડેમ છલોછલ થતાં ડેમમાંથી હાલ 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જો વરસાદ થતાં ડેમમાં નવા પાણીની આવક થાય તો ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવશે.મહત્વનું છે કે, સમગ્ર ખેડા જીલ્લો સિંચાઈ માટે મહીસાગર નદી પર આધારિત છે.ત્યારે વણાકબોરી ડેમ છલકાતા જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.