ETV Bharat / state

Dakor Temple Trust : ડાકોર ટેમ્પલ કમિટીમાં કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક,જૂઓ કોની થઇ ફરી એન્ટ્રી

author img

By

Published : May 12, 2023, 6:01 PM IST

ડાકોર ટેમ્પલ કમિટીમાં 10 વર્ષ બાદ પરીન્દુ ભગતની ફરી એન્ટ્રી થઇ છે. ડાકોર ટેમ્પલ કમિટીમાં ખાલી પડેલી ટ્રસ્ટીની જગ્યા પર નિમણૂક માટે મેનેજર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પગલે હાથ ધરાયેલી પ્રક્રિયા બાદ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી છે.

Dakor Temple Trust : ડાકોર ટેમ્પલ કમિટીમાં કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક,જૂઓ કોની થઇ ફરી એન્ટ્રી
Dakor Temple Trust : ડાકોર ટેમ્પલ કમિટીમાં કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક,જૂઓ કોની થઇ ફરી એન્ટ્રી

ખેડા : સુપ્રિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી ટેમ્પલ કમિટીમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણુક કરવામાં આવી છે.ટ્રસ્ટીની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં નડીયાદ ખાતેની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં પરિન્દુભાઈ ભગતની ટ્રસ્ટી તરીકે નિમણુક કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ટ્રસ્ટી પદ માટે 17 અરજી આવી હતી : ડાકોર ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટી તરીકેની જગ્યા પર તા.4/10/2022 ના રોજ ભરતભાઈ જોશીની ટર્મ પુરી થતાં તેમની જગ્યા ખાલી પડી હતી. ડાકોર ટેમ્પલ કમીટીએ મંદિરની સ્કીમ મુજબ તા.13/12/2022 ના રોજ ભરતભાઈ જોશીની ખાલી પડેલ જગ્યામાં ટ્રસ્ટી તરીકેની નિર્મણૂંક આપવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.જે અનુસંધાને કુલ 17 અરજીઓ આવી હતી.

ટ્રસ્ટી પદે પુન:નિમણૂક : નડિયાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં સિવિલ પરચુરણ અરજી 274/2022 થી ટ્રસ્ટી ઉમેદવારો માટે અરજીઓ મંગાવી હતી. જેમાં આવેલી 17 અરજીઓના દરેક ઉમેદવારોને વકીલના માધ્યમથી લેખિતમાં રજૂઆતો મંગાવી અને દલીલો કરાવવામાં આવી હતી. જેની રજૂઆતોને ધ્યાને લઈ ટ્રસ્ટી તરીકે પરીન્દુ ભગતની નિમણૂક કરવામાં આવી હતી. પરીન્દુ ભગતની ટ્રસ્ટી પદે પુન: નિમણુંક કરવામાં આવી છે. આ અગાઉ 2003 થી 2013 દરમ્યાન તેઓ ટ્રસ્ટી પદે રહી ચૂક્યાં છે.

વકીલની રજૂઆતને આધારે નિમણૂક : ડાકોર ટેમ્પલ કમિટીના ટ્ર્સ્ટીઓના અરજદારોમાંના ડાકોરના અરજદાર ત્રિવેદી મૃગેન્દ્ર ભાનુપ્રસાદના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમના તરફથી પરીન્દુ ભગતને ડાકોર ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવાની ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.

ડાકોર દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી, નડિયાદના રહેવાસી ડો.હસીતભાઈ મહેતા, સુરજબા ટ્રસ્ટીનું સમર્થનપત્ર પણ રજૂ કર્યું હતું. જે સીવીલ પરચુરણ કેસનું જજમેન્ટ આપી નડિયાદ ડિસ્ટ્રીકટ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરીન્દુ કનૈયાલાલ ભગત ઉર્ફે કાકુજીને ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે નિર્મણૂંક કરવાનો હુકમ કર્યો હતો. ચિત્રજીત ઉપાધ્યાય (વકીલ)

કોના સમર્થનપત્રો રજૂ થયાં : આ અરજી અમદાવાદના રહેવાસી પરીન્દુ કનૈયાલાલ ભગત ઉર્ફે કાકુજીના નામની પ્રપોઝલ નામદાર નડિયાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં સોગંદનામા સાથે રજૂ કરી હતી. સાથે ડાકોર દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી, નડિયાદના રહેવાસી ડો.હસીતભાઈ મહેતા, સુરજબા ટ્રસ્ટીનું સમર્થનપત્ર પણ રજૂ કર્યું હતું. જે સીવીલ પરચુરણ કેસનું જજમેન્ટ આપી નડિયાદ ડિસ્ટ્રીકટ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરીન્દુ કનૈયાલાલ ભગત ઉર્ફે કાકુજીને ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે નિર્મણૂંક કરવાનો હુકમ કર્યો હતો.

ડાકોર ટેમ્પલ કમિટીમાં કુલ પાંચ ટ્રસ્ટી : ડાકોર ટેમ્પલ કમિટી કુલ પાંચ ટ્રસ્ટીઓથી ચાલે છે. જે પાંચ ટ્રસ્ટીમાંથી એક ચેરમેન નીમવામાં આવે છે.તેમજ પાંચ ટ્રસ્ટીમાંથી એક ટ્રસ્ટી કાયમી એક જ પરિવારના હોય છે. પરંતુ તે બાબતમાં કોર્ટમાં કેસ ચાલતો હોવાથી હાલ તે જગ્યા પણ ખાલી છે. બાકીના ચાર ટ્રસ્ટીને નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નીમવામાં આવે છે. જો કે અત્યાર સુધી ટેમ્પલ કમિટીમાં માત્ર બે જ ટ્રસ્ટી હતાં. આ એક ટ્રસ્ટીની આ નિમણૂક થતા હવે ત્રણ ટ્રસ્ટી છે. બાકી રહેલા બે ટ્રસ્ટી હજુ સુધી નીમાયા નથી. હાલ ટેમ્પલ કમિટીના ચેરમેન તરીકે બિરેનભાઈ પરીખની નિમણૂક કરવામાં આવી છે. એક ટ્રસ્ટી અરૂણભાઇ મહેતા તેમજ હવે પરીન્દુ ભગત ટ્રસ્ટી તરીકે ઉમેરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.