ETV Bharat / state

Dakor Mandir Closed On Poshi Punam: પોષી પુનમે રાજાધિરાજ રણછોડરાયજીના દ્વાર ભાવિકો માટે રહેશે બંધ

હાલ દિન પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ટેમ્પલ કમિટી દ્વારા પોષી પુનમે રણછોડરાયજી મંદિરના દ્વાર ભાવિકો માટે બંધ રાખવાનો મહત્વપુર્ણ નિર્ણય કરવામાં (Dakor Mandir Closed On Poshi Punam) આવ્યો છે. ભાવિકોને રાજાધિરાજ રણછોડરાયજીના ઓનલાઈન દર્શન કરવા ટેમ્પલ કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Dakor Mandir Closed On Poshi Punam: પોષી પુનમે રાજાધિરાજ રણછોડરાયજીના દ્વાર ભાવિકો માટે રહેશે બંધ
Dakor Mandir Closed On Poshi Punam: પોષી પુનમે રાજાધિરાજ રણછોડરાયજીના દ્વાર ભાવિકો માટે રહેશે બંધ
author img

By

Published : Jan 15, 2022, 5:37 PM IST

ડાકોર : યાત્રાધામ ડાકોર ખાતે પ્રતિદિન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજાધિરાજ રણછોડરાયજીના દર્શને આવતા હોય છે. પુનમ સહિત તહેવારોના દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરે પહોંચે છે, ત્યારે હાલ રાજ્ય સહિત ખેડા જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા પોષી પુનમે મંદિરના દ્વાર ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય (Dakor Mandir Closed On Poshi Punam) લેવામાં આવ્યો છે.

પોષી પુનમે રાજાધિરાજ રણછોડરાયજીના દ્વાર ભાવિકો માટે રહેશે બંધ

પોષી પુનમે વિશાળ સંખ્યામાં ભાવિકો પહોંચે છે મંદિર

યાત્રાધામ ડાકોર ખાતે પુનમના દિવસે રાજાધિરાજના દર્શનનું ભાવિકોમાં વિશેષ મહત્વ રહેલું છે, જેને લઈ પુનમે વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન માટે પહોંચે છે, ત્યારે હાલ વધી રહેલા સંક્રમણને લઈ 17 જાન્યુઆરીના રોજ પોષી પુનમે મંદિરમાં ભાવિકોને પ્રવેશ નહિ આપવાનો નિર્ણય લેવાયો છે. ભગવાન રણછોડરાયજીની સેવા પુજા બંધ બારણે થશે.

મંદિરમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન

જો કે હાલ ટેમ્પલ કમિટી દ્વારા કર્મચારીઓ, પૂજારીઓ સહિત મંદિરમાં દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા તેમજ સોશયલ ડિસ્ટન્સ જાળવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ કોવિડ ગાઈડલાઈનના પાલનમાં સહકાર આપવા દર્શનાર્થીઓને અપીલ કરાઈ છે, સાથે જ દર્શન કરી મંદિર પરિસરમાં વધુ સમય ન રોકાવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ભાવિકોને ઓનલાઈન દર્શન કરવા અપીલ

પોષી પુનમે ભાવિકો માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવનાર હોવાથી ભાવિકોને મંદિરે ન પહોંચવા સાથે ઓનલાઈન ભગવાનના દર્શન કરવા અપીલ કરવામાં આવી છે. ભાવિકો મંદિરની વેબસાઈટ www.ranchhodraiji.org પર ઓનલાઈન દર્શન કરી શકે છે.

આ પણ વાંચો:

ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય

પોષી પુનમે ઊંઝા ઉમિયામતાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.