તીડના આક્રમણ સંદર્ભે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જેમ તીડના આક્રમણ સમયે જે કામગીરી કરી તીડનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ આ વખતે પણ તેનો નાશ કરી ખેતીવાડીને બચાવી લેવાશે. તેમ જણાવ્યું હતું, સાથે જ આણંદ ખાતે વર્ષો જૂની સિવિલ હોસ્પિટલની માંગણી અંગે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ માટે આણંદમાં 3 સ્થળોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રક્રિયા ચાલી રહી છે.

જે બાદ સિવિલ હોસ્પિટલ બનશે. આણંદ ખાતે નગરપાલિકા સંચાલિત જૂની હોસ્પિટલમાં હાલ સિવિલ હોસ્પિટલની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.