ખેડાઃ નડીયાદની 108ની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી હતી. જેમાં ઘરે જ સફળ ડિલેવરી કરાવી માતા અને બાળકને કોવિડ-19ની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
ચકલાસી (રામપુરા) ગામનો કોવિડ પોઝિટિવ પ્રસુતિ માતાનો ઇમરજન્સી કોલ નડિયાદ નજીક ઉત્તરસંડા ગામ ખાતે 108ની ટીમને આવ્યો હતો. જેમાં 108 એમ્બયુલન્સમાં ઇએમટી-ઇરફાનભાઇ તથા પાયલોટ- હર્ષદભાઇ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા.
દર્દી જયશ્રીબેન વાઘેલાને ડિલિવરી માટે હોસ્પિટલ સુધી લઇ જઇ શકાય તેમ ન હોવાથી 108ની ટીમના સદસ્યોએ તાત્કાલિક ડિલિવરી ઘરે જ કરાવવાનો નિર્ણય લઇ ઘરે જ સફળ ડિલિવરી કરાવી હતી. સફળ પ્રસુતિ કરાવ્યા બાદ 22 વર્ષીય માતા અને નવજાત બાળકને કોવિડ-19ની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, નડીયાદ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
મેનેજર સંદિપભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉપસ્થિત કુટુંબીજનો અને ગ્રામજનોએ 108ની ટીમના તાત્કાલિક નિર્ણય અને સફળ ડિલિવરી બદલ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.