ETV Bharat / state

ખેડામાં ત્રીજા તબકકાના રસીકરણનો પ્રારંભ - third phase vaccination in Kheda

ખેડા જિલ્લામાં આજે સોમવારથી ત્રીજા તબક્કાના કોરોના રસીકરણનો પ્રારંભ થયો છે. જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 60 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ખેડામાં ત્રીજા તબકકાના રસીકરણનો પ્રારંભ
ખેડામાં ત્રીજા તબકકાના રસીકરણનો પ્રારંભ
author img

By

Published : Mar 1, 2021, 3:35 PM IST

  • ખેડામાં આજે સોમવારથી ત્રીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ
  • રસી આપવા સાથે જરૂરી જાણકારી અપાય છે
  • વરિષ્ઠ નાગરિકો દ્વારા ડર રાખ્યા સિવાય રસી મુકાવવા અપીલ

ખેડાઃ 2 તબક્કાનું કોરોના રસીકરણ પૂર્ણ થયા બાદ આજે સોમવારથી ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ થયું છે. જેમાં 60 વર્ષથી ઉપરના નાગરિકોને તેમજ 45થી 59 વર્ષની ઉંમરના બીમારી ધરાવતા નાગરિકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ખેડામાં ત્રીજા તબકકાના રસીકરણનો પ્રારંભ

રજિસ્ટ્રેશન કર્યા બાદ રસીકરણ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રજિસ્ટ્રેશન કરી વરિષ્ઠ નાગરિકોને રસી આપ્યા બાદ અડધો કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. તેમજ જરૂરી દવા પણ આપવામાં આવે છે. આ સાથે જ બીજો ડોઝ ક્યારે લેવાનો છે તે સહિતની જાણકારી આપવામાં આવે છે.

આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ

આજે સોમવારે વરિષ્ઠ નાગરિકો રસીકરણ માટે આરોગ્ય કેન્દ્રો પર પહોંચી રસી મુકાવી રહ્યા છે. રસી મુકાવવા સાથે વરિષ્ઠ વ્યક્તિઓ ખોટી માન્યતાઓને લઈ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સલામતી માટે રસી મુકાવવા ગ્રામજનોને અપીલ પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.