- લકઝરી બસે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત
- બાઈક પર સવાર બે યુવાનોના મોત, એક ઈજાગ્રસ્ત
- મહેમદાવાદ પોલિસે હાથ ધરી કાર્યવાહી
ખેડા : મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી પાસે શુક્રવારે રાત્રે અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. વાંઠવાળી પાસે બમ્પ આવતા બાઈક ચાલકે બાઈક ધીમુ પાડતાં પાછળથી આવતી અજાણી લકઝરી બસે બાઈકને અડફેટે લીધું હતુ. જેમાં બાઈક પર સવાર બે યુવાનોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક યુવાનને સારવાર હેઠળ ખસેડાયો હતો.
આ પણ વાંચો : વલસાડના કરાયાગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, દંપતીનું મોત
પુરપાટ ઝડપે આવતી હતી લકઝરી બસ
મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના મહંમદ રઝાક મલેક (ઉ. વ. 19), રાકીબ મલેક (ઉ. વ. 20) અને નિલેશ તળપદા શુક્રવારે રાત્રે એક જ બાઈક પર મહેમદાવાદના વાંઠવાળી પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન આ ગામની પ્રાથમિક શાળા નજીક બમ્પ આવતા બાઈક ચાલકે બાઈક ધીમું પાડ્યું હતું. જે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતી લકઝરી બસે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : ધંધુકા નજીક તગડી રેલવે ફાટક 123-SPL પર ટ્રાફિક જામ અને અકસ્માત યથાવત
મહેમદાવાદ પોલિસે હાથ ધરી કાર્યવાહી
અકસ્માત બાદ લક્ઝરી બસનો ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈ મહેમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.