ETV Bharat / state

ડાકોરમાં 137 દિવસ બાદ રાજા રણછોડની સવારી નીકળી - Thakorji's ride

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 137 દિવસ બાદ ભગવાન રણછોડરાયજીની સવારી નગરમાં નીકળી હતી. કોરોનાને લઈ સરકારી સુચના મુજબ ઠાકોરજીની તમામ સવારી બંધ રાખવામાં આવતી હતી.

bjp
ડાકોરમાં 137 દિવસ બાદ રાજા રણછોડની સવારી નીકળી
author img

By

Published : Aug 28, 2021, 7:50 AM IST

  • ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલલાલજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
  • 137 દિવસ બાદ રાજા રણછોડની સવારી નીકળી
  • ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 137 દિવસ બાદ ભગવાન રણછોડરાયજીની સવારી નગરમાં નીકળી હતી. મહામારી કોરોનાને પગલે સરકારી ગાઇડલાઇન પ્રમાણે ઠાકોરજીની તમામ સવારી બંધ રાખવામાં આવતી હતી. રણછોડરાયજી મંદિરમાં પ્રતીકાત્મક રીતે બંધ બારણે યોજવામાં આવતી હતી.

રણછોડરાયજીની ભવ્ય સવારી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજની ભવ્ય સવારી નગરમાં નીકળી હતી. દિવસો બાદ વાજતે ગાજતે લક્ષ્મીજીને મળવા ભગવાનની સવારી લક્ષ્મીજી મંદિરે પહોંચી હતી.ભગવાન લક્ષ્મીજી સાથે વચનબદ્ધ હોવાના કારણે દર શુક્રવાર તેમજ અગિયારસે આ સવારી નિકળે છે.

ડાકોરમાં 137 દિવસ બાદ રાજા રણછોડની સવારી નીકળી

આ પણ વાંચો : શહેનશાહ અકબરના સમયમાં બંધાયેલુું અજમેરનું સ્ટેટ મ્યૂઝિયમ, જ્યાંથી શરુ થઈ બ્રિટિશરોની ગુલામી

લક્ષ્મીજીને આપ્યું છે વચન મળવાનું

ભગવાન રણછોડરાયજીએ લક્ષ્મીજીને મળવાનું વચન આપ્યું હતું.જે મુજબ ડાકોર ખાતે દર શુક્રવાર તેમજ અગિયારસના દિવસે ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલલાલજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે.જે નજીકમાં આવેલા લક્ષ્મીજી મંદીરે પહોંચી ત્યાં ભગવાન લક્ષ્મીજીને મળે છે. તે પરંપરા કોરોના મહામારીને કારણે અટકી હતી અને મંદિર પરિસરમાં જ બંધબારણે પ્રતિકાત્મક રીતે ભગવાનની વિવિધ સવારી યોજાતી હતી.

આ પણ વાંચો : હવે એલસી બાબતે સ્કૂલની મનમાની નહિ ચાલે, એડમિશન નહિ મળે DEO એડમિશન કરાવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.